Gujarati News

ભારતમાં ટોચના 1 ટકા અમીરોની સંપત્તિમાં 23 વર્ષમાં 62 ટકાનો ઉછાળો! આંકડા ચોંકાવનારા

Published: November 4, 2025 • Language: English


India Income inequality: વિશ્વમાં આવકની અસમાનતા વધી રહી હોવાનો એક ચોંકાવનારો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાની જી20 અધ્યક્ષતા હેઠળ રચાયેલી સમિતિ દ્વારા તૈયાર આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા 24 વર્ષમાં વિશ્વમાં સર્જાયેલી નવી સંપત્તિમાં ટોચના 1 ટકા ધનિકોનો હિસ્સો 41 ટકા રહ્યો છે. જેમાં ભારતના સૌથી વધુ સંપત્તિ ધરાવતા 1 ટકા ધનિકોની સંપત્તિ 63 ટકા વધી છે. 

નોબલ પુરસ્કાર વિજેતા જોસેફ સ્ટિગ્લિટ્જના નેતૃત્વમાં હાથ ધરાયેલા અભ્યાસમાં આગાહી કરવામાં આવી હતી કે, વૈશ્વિક અસમાનતા સંકટના સ્તર પર પહોંચી છે, જેનાથી લોકશાહી, આર્થિક સ્થિરતા અને જળવાયુ વિકાસ પર જોખમ વધ્યું છે. વૈશ્વિક અસમાનતા પર સ્વતંત્ર તજજ્ઞોની જી20 અસાધારણ સમિતિએ જણાવ્યું કે, વૈશ્વિક સ્તર પર 2000થી 2024 દરમિયાન થયેલા કુલ સંપત્તિ સર્જનમાં 41 ટકા હિસ્સો સૌથી ધનિક 1 ટકા વસ્તીનો રહ્યો હતો.

Read more

← Back to Home