Gujarati News

ભરૂચમાં મદની કોમ્પલેક્ષનો અગાસીનો ભાગ ધરાશાયી:સદનસીબે મોટી દુર્ઘટના ટળી, એક બાઈકને નુકસાન પહોંચ્યું

Published: November 4, 2025 • Language: English

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મદની કોમ્પલેક્ષનો અગાસીનો આગળનો ભાગ વહેલી સવારે ધરાશાયી થયો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કાટમાળ નીચે પાર્ક કરેલી એક બાઈકને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના આજે વહેલી સવારે લગભગ પાંચ વાગ્યાના અરસામાં બની હતી. અગાસીનો ભાગ અચાનક મોટા અવાજ સાથે તૂટી પડ્યો હતો, જેના કારણે આસપાસના રહીશોમાં હડકંપ મચી ગયો હતો.ધરાશાયી થયેલા ભાગના કાટમાળ નીચે એક બાઈક દબાઈ ગઈ હતી અને તેને નુકસાન થયું હતું. જોકે, તે સમયે ઘટનાસ્થળે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. શહેરમાં હજુ પણ અનેક જૂના અને જર્જરીત મકાનો તથા બિલ્ડીંગો આવેલા છે. સમયસર સમારકામના અભાવે આવા બાંધકામો જોખમી બની રહ્યા છે. મદની કોમ્પલેક્ષમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. સ્થાનિક રહેવાસીઓએ તંત્ર સમક્ષ માંગણી કરી છે કે શહેરમાં આવેલા જર્જરીત મકાનોનો સમયસર સર્વે કરવામાં આવે અને જરૂરી સમારકામ અથવા કાર્યવાહી હાથ ધરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અને જાનહાનિ અટકાવી શકાય.

Read more

← Back to Home