બ્લેકના વ્હાઈટ કરવામાં 50 લાખ ગુમાવ્યાં:પિતાએ જમીન વેચીને ધંધા માટે પૈસા આપ્યાં; પુત્રએ 75 લાખની લાલચમાં ઠગ ટોળકી પધરાવી દીધા
‘લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે’ તેવી ઘટના નારણપુરા ખાતે રહેતા એક યુવક સાથે બની છે. યુવકના પિતાની વિવાદીત જમીનના 50 લાખ રૂપિયા આવ્યા હતા, જેને ઠગ ટોળકીઓએ લઈ લીધા છે. ઠગ ટોળકીએ યુવકને 50 લાખ રૂપિયા આપશો તો વ્હાઈટના 75 લાખ રૂપિયા મળશે તેમ કહીને 50 લાખ લઈ પરત ન આપીને છેતરપિંડી કરી છે. નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પિતાને જમીનના પૈસા પુત્રને ધંધા માટે આપ્યાં હતાં
નારણપુરા વિસ્તારમાં આવેલા આકાશ-3માં રહેતા હર્ષ શેઠે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં સંદીપ ઉર્પે રાસીદ અને રૂપેશ શાહ (રહે, માસ્ટર કોલોની, શાહપુર) વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી છે. હર્ષ સંયુક્ત પરિવારમાં રહે છે અને શાહીબાગ ખાતે આવેલા બીઝનેશ પાર્કમાં પદ્માવતી હાર્ડવેર માર્ટ નામની દુખાન ધરાવી વેપાર કરે છે. 30 વર્ષ પહેલા હર્ષના પિતા દર્શનભાઈએ તમિલનાડુના કોઈમ્બતુર ખાતે આવેલા થોટારીયન કોલ સ્ટ્રીટ ખાતે ટેક્ષટાઈલનો બિઝનેશ કરતા હતા. જેતે સમયે દર્શનભાઈએ પરિવાર સાથે મલીને કઈમ્બતુર ખાતે જમીન ખરીદી હતી. આ જમીન પર કેસ થતાની સાથે વિવાદ સર્જાયો હતો, જે કેસ હજુ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. વિવાદના કારણે આ જમીન દર્શનભાઈ વેચી શક્યા નહીં. અંદાજીત ત્રણ મહિના પહેલા વિવાદનો અંત આવ્યો હતો અને જમીન વેચાતા 50 લાખનો પ્રોફિટ દર્શનભાઈને મળ્યો હતો. દર્શનભાઈને પેરાલિસિસ થયો હોવાથી તે રૂપિયા હર્ષને ધંધો કરવા માટે આપ્યા હતા. મિત્રએ રૂપિયા વ્હાઈટ કરી આપવાની સાથે વધુ પૈસા આપવા કહ્યું
હર્ષની શોપમાં ચિરાગ મોદી નોકરી કરે છે, જેના મિત્ર રૂપેશ અવારનવાર હર્ષને મળવા માટે આવતા હતા. હર્ષ અને રુપેશ વચ્ચે મિત્રતા થઈ હતી, જેથી તે દરરોજ શોપ પર આવવા લાગ્યા હતા. રુપેશ બિલ્ડરની ઓફિસમાં એકાઉટીંગનું કામ કરતો હતો. રૂપેશ પર વિશ્વાસ કરીને હર્ષે જણાવ્યુ હતું કે, મારી પાસે રૂપિયા પડ્યા છે, જેની વ્હાઈટની એન્ટ્રી કરવી છે. હર્ષની વાત સાંભળીને રૂપેશે જવાબ આપ્યો હતો કે, તે રોકડા રૂપિયા લઈને આરટીજીએસ મારફતે વ્હાઈટ કરી આપશે. જે વ્યકિત તમારા રૂપિયા વ્હાઈટ કરી આપશે તે વધારાના પાંચથી સાત ટકા આપશે. રૂપેશે હર્ષને કહેવા લાગ્યો હતો કે, જે કંપનીને રોકડમાં રૂપિયાની જરૂર હોવાથી તે લઈ લેતા હોય છે અને તેની સામે આરટીજીએસ મારફતે ટકાવારી વધારીને રૂપિયા આપતી હોય છે. મુંબઈની એક કંપનીમાં પૈસા વ્હાઈટ કરી આપવાનું જણાવ્યું
થોડા દિવસ પહેલા હર્ષના વ્હોટ્સએપ પર રૂપેશનો કોલ આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, એક વ્યકિત છે જે મુંબઈ ખાતે આવેલી ઈન્ડસ ટાવરની કંપનીમાં તમારા રૂપિયા વ્હાઈટ એન્ટ્રી કરી આપશે. રૂપેશની વાત કર્યા બાદ હર્ષે જણાવ્યુ હતું કે, હું તમને પૈસાની સગવડ કરીને જણાવીશ. ત્યારબાદ રૂપેશે કહેવા લાગ્યો હતો કંપનીને એક કરોડ રૂપિયા આપશો તો તમને કંપની દોઢ કરોડ રૂપિયા આરટીજીએસ કરી આપશે. રૂપેશની વાતોમાં આવીને હર્ષે કહ્યુ હતુ કે, મારી પાસે 50 લાખથી વધુની સગવડ થાય તેમ નથી. રૂપેશે હર્ષને જણાવ્યુ હતું કે, હું ફરીથી આગળ વાત કરીને તમને ફોન કર્યુ છે. 50 લાખના 75 લાખ કરી આપવાની લાલચ આપી
થોડા સમય પછી રૂપેશનો ફોન આવ્યો હતો અને કહ્યુ હતું કે, 50 લાખ રૂપિયાની સામે 75 લાખ રૂપિયા આરટીજીએસ મારફતે કંપની ટ્રાન્સફર કરશે. જે વ્યકિત આકામ કરે છે તેમને 13 લાખ રૂપિયા કમિશન આપવુ પડશે, એટલે તમારા ભાગમાં 62 લાખ રૂપિયા આવશે. હર્ષ વિશ્વાસમાં આવી ગયો હતો અને તેણે રૂપેશને ડીલ કરવાની હા પાડી દીધી હતી. રૂપેશ હર્ષ પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ બેંકની તમામ વિગતો માંગી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી
હર્ષ અને રૂપેશે સહિતના લોકો 50 લાખ રૂપિયા લઈને નવરગંપુરા ખાતે આવેલાઈસ્કોન આર્કેડમાં એસ.પી. એન્ટરપ્રાઈઝ નામની આંગડીયા પેઢીમાં પહોચ્યા હતા. રૂપેશે કંપનીના કર્મચારી સંદીપ ઉર્ફે રાસીદ સાથે વાત કરી હતી અને રૂપિયા આવી જાય એટેલે 75 લાખ રૂપિયા આરટીજીએસ થઈ જશે તેવુ કહ્યુ હતું. હર્ષે આંગડીયા પેઢીમાં રૂપિયા આપ્યા બાદ આરટીજીએસ નહીં થતા તેમની સાથે ચિંટિગ થયુ હોવાનું આવ્યુ હતું. હર્ષે રૂપિયા પરત લેવા જતા આંગડીયા પેઢીના કર્મચારીએ રૂપિયા સંદીપ પાસે પહોંચી ગયા હોવાનો કહ્યુ હતું. ગુનાહિત કાવતરૂ ઘડીને સંદીપ સહિતના લોકોએ છેતરપિંડી આચરી હતી, જેને લઈને હર્ષે પોલીસે ફરિયાદ કરી છે. હર્ષની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
