Gujarati News

બોપલ શરાબ પાર્ટીનો મામલો:અમદાવાદ સેશન્સ કોર્ટે વિદેશી વિદ્યાર્થીઓ સહિત 11 આરોપીઓને જામીન આપ્યા, હજુ 6 આરોપીઓને જામીન મળવાના બાકી

Published: November 4, 2025 • Language: English

બોપલના ફાર્મ હાઉસમાંથી પકડાયેલી હાઇ પ્રોફાઈલ શરાબ અને હુક્કા પાર્ટી પ્રકરણમાં 22 આરોપીઓ પૈકી આરોપીઓએ કરેલી જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે ફગાવી દીધી હતી. બાદમાં 11 આરોપીઓએ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે, જેને મંજૂર કરવામાં આવી છે. 22 આરોપીઓ સામે પ્રોહિબીશન એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધી
બોપલના ફાર્મ હાઉસમાં હાઈ પ્રોફાઇલ શરાબ અને હુક્કા પાર્ટી ચાલી રહી હતી અને પોલીસે રેડ પાડી 22 જેટલા આરોપીઓ સામે પ્રોહિબીશન એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધી હતી. જેમાં મોટાભાગના આરોપીઓ વિદેશી વિદ્યાર્થીઓ છે. જેમાં પાર્ટીના આયોજક અને કેન્યાના નાગરિક કિપટો સેડરેક ઉર્ફે જોન, શરાબ લાવનાર અનંત કપિલ, મુરિયુકી એલ્વિસ માચેરિયા, સાંદી અબ્દુલ્લાહ, મિલન પટેલ, પ્રણયસિંગ શેખાવત, માલોવા એનાસ્તાસિયા નીનો, કૂટલોગેલ ઓગેંગ,ઝુકોલ શેલ્ટન એલિટ, બિલ ડેનિસ, સાહિલ અહેમદ અહેમદીનો સમાવેશ થાય છે. હજુ 6 આરોપીઓને જામીન મળવાના બાકી
પાર્ટીમાંથી પોલીસે વિદેશી શરાબની 29 બોટલ, બિયરની 6 બોટલ અને 22 ટીન તેમજ 13 નંગ હુક્કા જપ્ત કર્યા હતા. હજી આદિલ બાગબાન, રાન્દ્રિયાનિયાના હજાસો મિહારી, મોરેરી પેસિફિકા મોરા, સુનિલ, રેહાન મન્સુરીને જામીન મળવાના બાકી છે.

Read more

← Back to Home