Gujarati News

બીચ પર પ્રિવેડિંગ ફોટોશૂટ કરતા 5 તણાયા:અમદાવાદ-સુરત-વડોદરાની અનેક ફ્લાઈટ્સ ડીલે, સુરતની સારોલી ટેકસટાઇલ માર્કેટમાં આગ, કરોડોનો માલ બળીને ખાક

Published: November 7, 2025 • Language: English

રાજ્ય સરકાર ખેડૂતો માટે આજે મોટો નિર્ણય લઈ શકે CM ભૂપેન્દ્ર પટેલે સાંજે સમીક્ષા બેઠક બોલાવી છે. માવઠાંથી થયેલા ખેડૂતોના પાક નુકશાનીનો સર્વે પૂરો થયા બાદ આજે આ બેઠકમાં રાજ્ય સરકાર પાક સહાય પેકેજની જોગવાઈઓને અંતિમ રૂપ આપી ખેડૂતો માટે મોટો નિર્ણય લઈ શકે છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ‘વંદે માતરમ્’ના 150 વર્ષ, સમૂહગાન સાથે ઉજવણી વંદે માતરમ ગાનના 150 વર્ષ પૂર્ણ થતા આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિધાનસભામાં વંદે માતરમનું સમૂહગાન કરી ઉજવણી કરાઈ. સાથે જ આ અવસરે રાજ્યભરમાં વંદે માતરમનું સમૂહગાન કરાયું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો CMએ ‘જનજાતિય ગૌરવયાત્રા’નો પ્રારંભ કરાવ્યો ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી અને ‘જનજાતિય ગૌરવ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અંબાજીના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતેથી મહત્ત્વપૂર્ણ ‘જનજાતિય ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ‘મંત્રીમંડળમાં ઠાકોર સમાજ સાથે અન્યાય થયો’ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને બનાસકાંઠાના સમસ્ત ઠાકોર સમાજનું આજે પાલનપુરના ચડોતર ગામમાં સ્નેહમિલન યોજાયું છે. 12 દિવસના ગાળામાં જ યોજાયેલા ઠાકોર સમાજના બીજા કાર્યક્રમમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ ફરીથી એક મંચ પર જોવા મળ્યા છે. અહીં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, વર્તમાન સરકાર ઠાકોર સમાજ સાથે અન્યાય કરે છે. દરેક યોજના હોય કે કોઇ પદ પર સ્થાન આપવાનું હોય એ તમામ બાબતોમાં સરકાર ઠાકોર સમાજ સાથે અન્યાય કરે છે. હમણાં મંત્રી મડળના વિસ્તણમાં પણ ઠાકોર સમાજને જે પ્રભુત્વ મળવું જોઇએ એ નથી મળ્યું. ઠાકોર સમાજના 38 જેટલા ધારાસભ્ય હોવા છતાં સમાજના ધારાસભ્યો સાથે અન્યાય થયો છે. શાસક પક્ષ તરીકે એ ધારાસભ્યો ન બોલી શકે પણ વિપક્ષ તરીકે હું કહું છું કે ઠાકોર સમાજની મશ્કરી થઇ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અમદાવાદની 5-સુરત-વડોદરાની 2-2 ફ્લાઈટ 1થી 3 કલાક મોડી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેના કારણે ફ્લાઇટ કામગીરી પર ભારે અસર પડી છે. દિલ્હી એરપોર્ટથી આવતી અને જતી 300થી પણ વધુ ફ્લાઈટો અચાનક ડીલે થઈ છે. દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર આવતી કેટલીક ફ્લાઇટો ડીલે થઈ છે. આજે બપોરના 1 વાગ્યા સુધીમાં 5 જેટલી ફ્લાઇટ મોડી પડી છે. દિલ્હીમાં એટીસીમાં સર્જાયેલ ખામીના કારણે વડોદરા આવનાર દિલ્હીની બે ફ્લાઇટ ડીલે થઈ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
મહિલા RFOના માથામાં 8 કલાક રહી 7.65 mmની ગોળી સુરત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકીને ગોળી વાગવાના ગંભીર મામલામાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યાં છે. 6 નવેમ્બરના સવારે લગભગ 8:30 વાગ્યે આ ઘટના બની ત્યારે પહેલા અકસ્માતની ઘટના લાગતી હતી. જોકે, પછી ખબર પડી કે આ ફાયરિંગનો કેસ છે. લોહીલુહાણ હાલતમાં મહિલા RFOને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. બાદમાં વધુ સારવાર માટે સુરતની પી.પી.સવાણી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સીટી સ્કેન કરતા ખબર પડી કે તેમના માથામાં ગોળી છે. અહીં ઓપરેશન કરીને સોનલબેનના માથામાંથી ગોળી બહાર કઢાઈ હતી. 7.65 mmની ગોળી લગભગ 8 કલાક સુધી સોનલબેનના માથામાં હતી. પોલીસે લાઈસન્સવાળું વેપન ધરાવતા મહિલાના RTO ઈન્સ્પેક્ટર પતિની શંકાના આધારે શોધખોળ શરૂ કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો AAP પ્રદેશ સંગઠન મંત્રીની ધમકીનો ઓડિયો વાયરલ આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક વિરુદ્ધ સુરતમાં એક વ્યક્તિએ પઠાણી ઉઘરાણી અને ધમકી આપવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે, જેના સંબંધિત એક ઓડિયો પણ વાયરલ થયો છે. જોકે, રામ ધડુકે આ સમગ્ર ફરિયાદને ખોટી અને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. ધડુકના કહેવા મુજબ, આ ફરિયાદ ભાજપના નેતાઓ અને તેમના મળતિયાઓના ઈશારે કરાઈ છે, કારણ કે ફરિયાદ કરનાર વ્યક્તિએ અગાઉ તેમની પાસેથી ઉછીના પૈસા અને વસ્તુ લીધી હતી, જે પરત ન આપવા પડે તે માટે આ કાવતરું રચવામાં આવ્યું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પ્રિવેડિંગ ફોટોશૂટ દરમિયાન 5 લોકો દરિયામાં તણાયા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર આજે બપોરે એક ગમખ્વાર દુર્ઘટના બની છે. પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે આવેલા પાંચ લોકો દરિયાની તેજ લહેરોમાં તણાઈ ગયા હતા. તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીને કારણે ચાર યુવકને બચાવી લેવામાં સફળતા મળી છે, પરંતુ એક યુવતી હજુ પણ લાપતા છે, જેની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ટેકસટાઇલ માર્કેટના 12મા માળે આગ સુરતના સારોલી વિસ્તારમાં આવેલી જાણીતી કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટમાં આગ લાગવાની મોટી ઘટના બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ફાયર વિભાગને બિલ્ડિંગના 12મા માળે આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો, જેના પગલે તુરંત જ એક મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 6 ફાયર સ્ટેશનોની 12થી વધુ ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. જો કે, કરોડોનો માલસામાન આગમાં ખાખ થઈ ગયો હોવાનો અંદાજ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો વડોદરામાં કાલે કિક્રેટર રાધા યાદવનો ભવ્ય રોડ શો વડોદરા શહેરની ગૌરવ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રાધા યાદવ વિમેન્સ વર્લ્ડકપ જીત્યા બાદ આવતીકાલે 8 નવેમ્બરે પ્રથમવાર વડોદરા આવી રહી છે અને તેના સન્માનમાં એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. રાધા યાદવ રાત્રે 8 વાગ્યે વડોદરા એરપોર્ટ પર આવશે, જ્યાંથી આ રોડ શોનો પ્રારંભ થશે. રોડ શો એરપોર્ટ સર્કલ, મીરા ચાર રસ્તા, ગાંધી પાર્ક, સંગમ ચાર રસ્તા, કારેલીબાગ પાણીની ટાંકી, મુક્તાનંદ સર્કલ, આનંદનગર અને અમિતનગર જેવા મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને કૃગારા ક્રિકેટ એકેડમી ખાતે પૂર્ણ થશે. રાધા યાદવના સ્વાગત માટે મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ અને સ્થાનિક લોકો ઉમટી પડશે તેવી સંભાવના છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

Read more

← Back to Home