બિહારમાં આ વખતે મહિલાઓ ગેમચેન્જર? મતદાનના તમામ રેકોર્ડ તોડ્યા, પુરુષો રહ્યા પાછળ
Published: November 12, 2025 •
Language: English

Bihar Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં મહિલાઓએ મતદાનના ઈતિહાસની નવી ગાથા લખી છે. રાજ્યમાં બે તબક્કાના મતદાનમાં ન ફક્ત રેકોર્ડબ્રેક મતદાન થયું, પરંતુ મહિલાઓની ભાગીદારીના મામલે પુરૂષો પાછળ રહી ગયા છે. બંને તબક્કામાં કુલ મળીને 71.06 ટકા એટલે કે, 3.51 કરોડ મહિલાઓએ મતદાન કર્યું છે, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો છે. આ ગત ચૂંટણીની તુલનામાં આશરે 10 ટકા વધુ છે.
