Gujarati News

બારગામ દશાનાગર વણિક સમાજનો નૂતન વર્ષ મિલન સમારોહ:મણિનગર ખાતે 400થી વધુ પરિવારજનોની ઉપસ્થિતિમાં યોજાયો

Published: November 3, 2025 • Language: English

બારગામ દશાનાગર વણિક સમાજનો નૂતન વર્ષ મિલન સમારોહ મણિનગર ખાતે આવેલા હર્ષદરાય પરીખ કૉમ્યુનિટી હૉલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં 400થી વધુ પરિવારજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મિલન સમારોહનું આયોજન યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. યુવક મંડળના જયેશ પરીખ અને નિલેષ શાહ તેમજ લેડીસ વિંગના નિહારિકા પરીખે તેમના સાથીદારોના સહયોગથી કાર્યક્રમનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌ પરિવારજનોએ નૂતન વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી હતી. કાર્યક્રમના અંતે મનભાવન ભોજન સાથે સમારોહ સંપન્ન થયો હતો.

Read more at source

← Back to Home