પ્રભાસની ફૌજીમાં કાંતારાની કોપી જેવા બે ભાગ આવશે
Published: November 18, 2025 •
Language: English

– પહેલા ભાગ પછી પ્રીકવલ રજૂ કરાશે
– સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓની ગાથા રજૂ કરતી પિરિયડ ફિલ્મ હશે
મુંબઇ : મૈથી મૂવી મેકર્સે પોતાની આગામી ફિલ્મ ‘ફૌજી’ને બે ભાગમાં રીલિઝ કરવાની ઘોષણા કરી છે. જેનું દિગ્દર્શન હનુ રાઘવપુડીનું છે અને મુખ્ય રોલમાં પ્રભાસ જોવા મળવાનો છે. આ ફિલ્મના બે ભાગની ઘોષણા કરવાની સાથેસાથે જણાવામાં આવ્યું છે કે, ફિલ્મનો બીજો ભાગ પ્રીકવલ હશે. આ ફિલ્મમાં પ્રભાસ એક સૈનિકના રોલમાં જોવા મળશે.
