Gujarati News

પ્રથમ દિવસે આણંદમાં 8016 મતદાર ગણતરી ફોર્મનું વિતરણ:જિલ્લાની સાત વિધાનસભામાં ડોર-ટુ-ડોર ઝુંબેશ શરૂ

Published: November 4, 2025 • Language: English

આણંદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશનો પ્રારંભ થયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ ઝુંબેશના પ્રથમ દિવસે સાત વિધાનસભા મતવિસ્તારોમાં કુલ 8016 મતદાર ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું. આ ઝુંબેશ આગામી 4 ડિસેમ્બર સુધી એટલે કે એક મહિના સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન બુથ લેવલ ઓફિસરો (BLOs) ઘરે-ઘરે જઈને મતદારોને ફોર્મનું વિતરણ કરશે અને તેમને વિગતો ભરવામાં મદદ કરશે. સમગ્ર જિલ્લામાં, ખાસ કરીને આણંદ જિલ્લાની તમામ સાત વિધાનસભા બેઠકોમાં, BLOs દ્વારા તેમને ફાળવવામાં આવેલા વિસ્તારોમાં નાગરિકોને મતદાર ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેઓ મતદારોને ફોર્મ ભરવાની પ્રક્રિયા સમજાવી રહ્યા છે. પ્રથમ દિવસે વિતરણ કરાયેલા 8016 ફોર્મ સાથે, નાગરિકોને ફોર્મમાં જરૂરી વિગતો કેવી રીતે ભરવી તેની ઝીણવટપૂર્વક માહિતી પણ આપવામાં આવી હતી. આનાથી મતદારોને સરળતાથી ફોર્મ ભરવામાં મદદ મળશે.

Read more

← Back to Home