Gujarati News

પોરબંદર કલેક્ટર કચેરીમાં વંદે માતરમના 150 વર્ષની ઉજવણી:અધિકારીઓ અને કર્મચારીઓએ સામુહિક ગાન કરી સ્વદેશી શપથ લીધા

Published: November 7, 2025 • Language: English

પોરબંદર કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓએ સામુહિક ગાન કર્યું હતું અને સ્વદેશીના શપથ લીધા હતા. નિવાસી અધિક કલેક્ટર જે.બી. વદરે સૌને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાના શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન વંદે માતરમ ગીતે સમગ્ર ચળવળને એક તાંતણે બાંધી હતી અને તેને નવી ઊંચાઈ આપી હતી. આ ગીત ભારત માટે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. વર્ષ ૧૮૭૫માં આ ગીતે દેશવાસીઓમાં રાષ્ટ્રચેતના જગાવી હતી અને તેમને માતૃભૂમિના ગૌરવ સાથે જોડ્યા હતા. ૭મી નવેમ્બર, ૨૦૨૫ના રોજ વંદે માતરમને ૧૫૦ વર્ષ પૂર્ણ થશે. આ ગૌરવપૂર્ણ ક્ષણની ઉજવણીના ભાગરૂપે પોરબંદર કલેક્ટર કચેરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિવાસી અધિક કલેક્ટર જે.બી. વદરે ઉપસ્થિત સૌને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા અને દેશને આત્મનિર્ભર બનાવવામાં યોગદાન આપવાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Read more

← Back to Home