પાકિસ્તાનમાં એરલાઇન્સની 'તાળાબંધી', પગાર ન વધ્યો એટલે એન્જિનિયર્સે વિમાનોનું ચક્કાજામ કર્યું

Pakistan International Airlines: પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) ગંભીર સંકટમાં છે, કારણ કે એરક્રાફ્ટ એન્જિનિયર્સે ફ્લાઇટ્સ માટે ‘એરવર્દીનેસ ક્લિયરન્સ’ (વિમાનની ઉડાન યોગ્યતા) આપવાનું બંધ કરી દેતા, પાકિસ્તાનમાં એરલાઇનની ઉડાન સંપૂર્ણપણે થંભી ગઈ છે. સોમવાર રાત્રે 8 વાગ્યા પછી કોઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રવાના થઈ નથી. સૂત્રો મુજબ, અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 12 નિર્ધારિત ઉડાન પ્રભાવિત થઈ છે અને ઉમરાહ યાત્રીઓ સહિત સેંકડો મુસાફરો ઇસ્લામાબાદ, કરાચી અને લાહોર જેવા મુખ્ય એરપોર્ટ્સ પર ફસાયેલા છે.
એન્જિનિયર્સની મુખ્ય માંગ અને હડતાળનું કારણ
સોસાયટી ઓફ એરક્રાફ્ટ એન્જિનિયર્સ ઓફ પાકિસ્તાન (SAEP)એ જાહેરાત કરી છે કે જ્યાં સુધી એરલાઇન CEO પોતાનું વલણ નહીં બદલે, ત્યાં સુધી તેમના સભ્યો કામ પર નહીં ફરે, કારણ કે યુનિયનનો આરોપ છે કે મેનેજમેન્ટ બે મહિનાથી તેમની ફરિયાદોને અવગણી રહ્યું છે.
