ધનુષના મેનેજર પર કાસ્ટિંગ કાઉચનો ટીવી એકટ્રેસ માન્યાનો આરોપ
Published: November 19, 2025 •
Language: English

– રોલ માટે એડજેસ્ટ થવાની વાત કરી
– જોકે, ધનુષના મેનેજરે અગાઉ પોતાના નામે ફ્રોડની ચેતવણી પણ આપી હતી
મુંબઈ : તમિલ ટીવી એકટ્રેસ માન્યા આનંદે ધનુષના મેનેજર શ્રેયસ પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો છે. તેના દાવા અનુસાર શ્રેયસે પોતાનો સંપર્ક કર્યો હતો અને રોલના બદલામાં અભદ્ર માગણી કરી હતી.
તાન્યાના આક્ષેપ અનુસાર શ્રેયસે તેને કહ્યું હતું કે તેણે સારા રોલ માટે કેટલાંક સમાધાનો કરવાં જોઈએ.
