દિલ્હી બ્લાસ્ટ બાદ અમદાવાદ પોલીસ કમિશનરના કડક આદેશ:વેચાણ, રિપેરિંગ કે મોડીફિકેશન થતા વાહનોની વિગતોનું રજિસ્ટર્ડ બનાવો, ગેરેજમાં CCTVનું 30 દિવસનું રેકોર્ડિંગ રાખવા સૂચના
દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ અમદાવાદ શહેરની પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા વાહનોનું ચોક્કસ યાદીનું રજિસ્ટર મેન્ટેન કરવા માટે એક ખાસ પરિપત્ર બહાર પાડ્યો છે. ગેરેજમાં મોડીફિકેશન માટે આવતી ગાડીઓની યાદી મેન્ટેન કરવા માટે સૂચના આપવામાં આવી છે. ગેરેજમાં કોઇ પણ વાહન વેચાણ કે રિપેરિંગ માટે આવે તો ચોક્કસ વિગતોનું રજિસ્ટર્ડ બનાવવા માટે કડક સૂચના આપવામાં આવી છે. તેમજ ગેરેજ પરના CCTVનું 30 દિવસ સુધીનું રેકોર્ડિંગ રાખવા માટે પણ આદેશ કરાયો છે. શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. માલિક દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે. કારણ કે ગેંગના સભ્યો ગુનાખોરી માટે ચોરી કરેલા વાહનનો ઉપયોગ કરતા હોય છે. તેમજ પોલીસથી બચવા માટે ચોરી કરેલા વાહનોનું મોડીફિકેશન કરવી દેતા હોય છે. પરંતુ જો મોડીફિકેશન થયા બાદ પણ વાહનોની પૂર્તિ વિગતો હોય તો પોલીસને ગુનેગારો સુધી પહોંચવામાં સરળતા થતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને કોઈ મોટી ઘટના ન બને તે માટે પહેલાથી જ સતર્ક થઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તમામ નિયમોનું પાલન કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મોડીફિકેશન થતા વાહનોની વિગતોનું રજિસ્ટર્ડ બનાવો
શહેરના તમામ ગેરેજ અને ગાડીઓની સર્વિસ સેન્ટરમાં રિપેરિંગ કે વેચાણ માટેની કામગીરી કરતા લોકો માટે સૂચના આપવામાં આવી છે. હવેથી મોડીફિકેશન માટે આવતા તમામ વાહનોનું અને જે તે વાહન માલિકનું વિગતો સાથેનું રજિસ્ટર્ડ મેન્ટેન રાખવા માટે સૂચના આપવામાં આવી છે. જેથી કરીને ચોરી કરાયેલા વાહનોનું મોડીફિકેશન કરી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવે તો પોલીસને રજિસ્ટર્ડના આધારે આરોપીઓને પકડી શકે. તેમજ પોલીસ જ્યારે તપાસ માટે આવે ત્યારે મેન્ટેન કરેલું રજિસ્ટર્ડ બતાવવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. રજિસ્ટર્ડમાં શું શું વિગતો મેન્ટેન રાખવી પડશે? અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા આ તમામ વિગતો સાથેનું એક રજિસ્ટર્ડ મેન્ટેન રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
