Gujarati News

દાદીના ઘરેથી પરત જતા સમયે અકસ્માત સર્જાયો:રાજકોટ મોરબી રોડ પર બેડી ચોક પાસે અજાણ્યા વાહનની ટકકરે રીક્ષાનો બુકડો બોલ્યો, ચાલક ત્રણ બહેનોના એકના એક ભાઈનું મોત

Published: November 4, 2025 • Language: English

રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં મોરબી રોડ પર આવેલ હડાળા ગામના રહેવાસી પ્રેમ મોવર (ઉ.વ.18) રાજકોટમાં બજરંગવાડી વિસ્તારમાં રહેતા દાદીના ઘરે આવ્યો હતો અને ત્યાંથી પરત જતો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો જેથી ઈજાગ્રસ્ત પ્રેમને આસપાસના લોકોએ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે સારવાર કારગત નીવડે એ પહેલા દમ તોડી દેતા મોત નીપજ્યું હતું. ત્રણ બહેનોના એકના એક યુવાન ભાઈના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.. રાજકોટ નજીક બેડી ચોક પાસે માધાપર ચોકડી તરફ જતા રસ્તે ગઈકાલે મોડી રાત્રીના સમયે અજાણ્યો યુવાન લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો જેને અન્ય રાહદારીઓએ 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અહીં ડોકટરે તેને મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા આ યુવાન મોરબી રોડ પર આવેલા હડાળા ગામનો પ્રેમ આમદભાઈ મોવર (ઉં.વ.18) હોવાનું સામે આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પ્રેમ બજરંગવાડીમાં રહેતા તેમના દાદીના ઘરે ગયો હતો અને ત્યાંથી રાત્રે પરત હડાળા ગામ પોતાના ઘરે જતો હતો ત્યારે રીક્ષા કોઈ વાહન સાથે અથડાઈ કે જેના કારણે અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષાનો બુકડો બોલી ગયો હતો અને પ્રેમને ઈજા થતા મોત નીપજ્યું હતું. પ્રેમ ત્રણ બહેનનો એકનો એક ભાઈ હતો તેણે શોખ ખાતર રીક્ષા રાખી હતી અને ચલાવતો હતો. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો. આ તરફ પોલીસે અકસ્માત કઈ રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Read more

← Back to Home