‘તું ઓળખતો નથી મારો બાપ કોણ છે?’, ભાજપ નેતાના પુત્રએ ટોલ બૂથ કર્મચારીને ફટકાર્યો
Published: October 31, 2025 •
Language: English

Karnataka BJP Leader Son: કર્ણાટકમાં ભાજપ નેતાના પુત્રની દાદાગીરીનો સીસીટીવી વીડિયો ઝડપથી વાઈરલ થયો છે. જેમાં તેણે ટોલ બુથના કર્મચારી સાથે અભદ્ર ભાષામાં ગેરવર્તણૂક કરી માર મારતો જોવા મળે છે. વિજયપુરા-કાલાબુરાગી હાઈવે પર આવેલા ટોલ બુથ પર આ બનાવ બન્યો હતો.
વિજયપુરા-કાલાબુરાગી હાઈવે પર સ્થિત કન્નોલી ટોલ પ્લાઝા પર ગઈકાલે 30 ઓક્ટોબરે ગુરૂવારે ભાજપ નેતા વિજુગૌડા પાટિલના પુત્ર સમર્થગૌડાએ ટોલ બુથના કર્મચારીઓ પર દાદાગીરી કરી હતી. તેણે કર્મચારી પર બૂમો પાડી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી માર માર્યો હતો.
