Gujarati News

છઠ્ઠ પુજાને લઈ ગુજરાતમાંથી 65 એક્સ્ટ્રા સ્પેશિયલ ટ્રેનોનું આયોજન:50 લાખ જેટલા લોકો મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા, તહેવારોની ભીડને સંભાળવા પશ્ચિમ રેલવે સજ્જ

Published: October 24, 2025 • Language: English

તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને, ખાસ કરીને દિવાળી બાદ આવનારા છઠ પૂજાના પર્વ નિમિત્તે, મુસાફરોની વધતી ભીડને સંભાળવા અને તેમને અગવડ ન પડે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા 65 જેટલી સ્પેશિયલ ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે 50 લાખ જેટલા લોકો મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. અત્યારે દિવસમાં 32 હજારથી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. ગુજરાતના મુખ્ય સ્ટેશનો પરથી એક્સ્ટ્રા 65 સ્પેશિયલ ટ્રેનોનું આયોજન
રેલવે દ્વારા તહેવારોના સમયમાં મુસાફરોને થતી મુશ્કેલીઓ નિવારવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેકકુમાર ગુપ્તાએ સ્ટેશન પર ચાલી રહેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું હતું કે, પ્રવાસીઓની ભારે માગને પહોંચી વળવા માટે ગુજરાતના મુખ્ય સ્ટેશનો પરથી એક્સ્ટ્રા 65 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જેમાં 50 લાખ જેટલા પ્રવાસીઓ પ્રવાસ કરશે. ટિકિટ કાઉન્ટરો પર થતી ભીડને સંભાળવા માટે ખાસ ધ્યાન
તેઓએ સુવિધા વિશે જણાવ્યું હતું કે, ભીડનું યોગ્ય સંચાલન કરવા માટે, કાલુપુર સહિત દરેક સ્ટેશન પર જ્યાંથી આ સ્પેશિયલ ટ્રેનો પસાર થાય છે, ત્યાં અલગથી હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. અહીં મુસાફરોને પીવાનું પાણી, લાઈટિંગ અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ મળી રહે તેનું ધ્યાન રખાયું છે. પેસેન્જરોને વ્યવસ્થિત રીતે ચેનલાઈઝ કરીને ટ્રેનમાં ચઢાવવામાં આવી રહ્યા છે, જેથી અવ્યવસ્થા ન સર્જાય અને દરેક પ્રવાસી સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે. એ સિવાય જનરલ ટિકિટ કાઉન્ટરો પર થતી ભીડને સંભાળવા માટે ખાસ ધ્યાન અપાયું છે. અહીં પણ અલગથી અનાઉન્સમેન્ટ સિસ્ટમ ગોઠવવામાં આવી છે, જેથી મુસાફરોને ટિકિટ લેવામાં મુશ્કેલી ન પડે. 1 લાખ જેટલા મુસાફરો આ વર્ષે વધુ પ્રવાસ કરશે
જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાએ જણાવ્યું કે, આ વખતે પ્રવાસીઓનો ઘસારો ગયા વર્ષ કરતાં 40 ટકા જેટલો વધારે છે, એટલે કે 1 લાખ જેટલા મુસાફરો આ વર્ષે વધુ પ્રવાસ કરશે. પરંતુ રેલવે દ્વારા મુસાફરી દરમિયાન ભીડ ન થાય અને મુસાફરોને અગવડતા ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મોટી સંખ્યામાં RPF અને GRPના જવાનો તહેનાત
તહેવારો દરમિયાન સુરક્ષા જાળવવા માટે RPF અને GRPના અધિકારીઓ અને જવાનોને મોટી સંખ્યામાં તહેનાત કરવામાં આવ્યા છે. તેઓ ટિકિટ ચેકિંગની સાથે સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ સતત દેખરેખ રાખી રહ્યા છે.
Read more

← Back to Home