Gujarati News

ચાંદખેડાની પ્રેરણા સ્કૂલમાં સિલ્વર જ્યુબિલીની ઉજવણી:વર્ષ 2000ની 10મા ધોરણની બેચના વિદ્યાર્થીઓએ 25 વર્ષ પૂર્ણ કર્યા

Published: November 4, 2025 • Language: English

ચાંદખેડા સ્થિત પ્રેરણા હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે વર્ષ 2000ની ધોરણ 10ની બેચના વિદ્યાર્થીઓ દ્વારા સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી હતી. આ બેચના વિદ્યાર્થીઓએ શાળામાંથી અભ્યાસ પૂર્ણ કર્યાના 25 વર્ષ પૂરા થવા નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પુનઃમિલનનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થીઓએ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી એમ.બી. યાદવ અને તેમના જૂના શિક્ષકોનું સ્વાગત અને સન્માન કર્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોનિકા, એલ્વિન, અર્પણા અને તેમની ટીમે સુંદર આયોજન કર્યું હતું. શાળાના આચાર્ય ગૌરવ યાદવે પ્રેરણા પરિવાર વતી તમામ ઉપસ્થિતો અને આયોજક ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Read more

← Back to Home