ગોલ્ડમાં રોકાણ કરાવવાનું કહી સોની વેપારી સાથે છેતરપિંડી:ચાંદખેડામાં રહેતા વેપારી સાથે પાંચ શખસોએ મળી રૂ. 5.68 કરોડની છેતરપિંડી આચરી
અમદાવાદના વેપારીને ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જણાવી બે શખ્સોએ વેપારી પાસેથી 7.88 કરોડ રૂપિયા મેળવ્યા હતા. જોકે પૈસા કે નફો પરત ન આપતા વેપારીએ પોલીસ ફરિયાદની ધમકી આપી હતી જેથી વેપારીને 2.20 કરોડ પરત આપ્યા હતા. પરંતુ બાકીના 5.68 કરોડ પરત ન આપીને છેતરપિંડી કરતા વેપારીએ 5 શખ્સો સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સોનામાં રોકાણ કરાવવાનું કહી છેતરપિંડી
ચાંદખેડામાં રહેતા રુચિત મહેતા એગ્રીકલ્ચરનો ટ્રેડિંગ વેપાર કરે છે.રુચિતભાઈને એગ્રીકલ્ચર સિવાય બીજા ધંધો ચાલુ કરવાનો હોવાથી તેમણે તેમના સીએ આકાશ સોનીને વાતચીત કરી હતી.આકાશ સોનીએ તેમનો સંપર્ક ધર્મેન્દ્ર પરંતુ નામના વ્યક્તિ સાથે કરાવ્યો હતો. ધર્મેન્દ્રએ રુચિત ભાઈ ને જણાવ્યું હતું કે હાર્ડમાં ગોલ્ડ લે વેચમાં ખૂબ જ પ્રોફિટ છે.તેમાં રોકાણ કરી શકાય.તેમ કહીને ધર્મેન્દ્ર રુચિતભાઈનો સંપર્ક રાહુલ ગુપ્તા સાથે કરાવ્યો હતો.ધર્મેન્દ્રની વાતોમાં આવી અને તેના કહેવાથી રુચિત ભાઈએ તેમના બેંક એકાઉન્ટમાંથી જુદા જુદા આરટીજીએસ દ્વારા 2.95 કરોડ રૂપિયા રાહુલ ગુપ્તાની ઓમકાર એન્ટરપ્રાઇઝના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.રુચિતભાઈના મિત્ર વર્તુળના લોકોએ પણ ભેગા મળીને 4.92 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.પૈસા ટ્રાન્સફર કર્યા બાદ ધર્મેશ અને રાહુલે જણાવ્યું હતું કે તેઓ ગોલ્ડની ખરીદી કરીને રાખશે અને તેના ટ્રાન્જેક્શનની વિગત મોકલી આપશે.ગોલ્ડનો રેટ જ્યારે વધશે ત્યારે તેનું ટ્રેડિંગ કરીને પ્રોફિટ સાથેની રકમ પરત આપશે. 5 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી
થોડા સમય સુધી ઇન્વેસ્ટમેન્ટ કે નફાની રકમ ના આપતા રુચિતભાઈએ ધર્મેન્દ્રનો સંપર્ક કર્યો હતો.ત્યારે ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે, રાહુલ ક્યાંક બહાર ગયો છે અને તેનો ફોન પણ લાગતો નથી. આમ ધર્મેન્દ્ર અલગ અલગ બહાના બતાવતો હતો.થોડા સમય બાદ રાહુલ રુચિતભાઇ પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે રોકાણ માટે આપેલા પૈસા તેણે પોતાના સ્વાર્થમાં ખર્ચી નાખ્યા છે.જેથી રુચિતભાઈએ પોલીસ ફરિયાદનું કહેતા રાહુલ ગુપ્તાએ ઓળખીતા શ્લેષ પાસે રૂચિતભાઈને લઈ ગયો હતો અને રાહુલ વિરુદ્ધ કોઈ ફરિયાદ ના કરવાનું કહીને ધીરે ધીરે રોકાણ માટે આપેલી રકમ પરત આપવાનું જણાવ્યું હતું.રાહુલ ગુપ્તાના આંગડિયામાંથી 1.70 કરોડની રકમ રુચિતભાઈને આપી હતી.આ ઉપરાંત 50 લાખની દુકાન પણ આપી હતી.બાકીની 5.68 કરોડની રકમ પરત આપવાની વાત કરી હતી પરંતુ પરત આપી ન્હોતી.બાકીની રકમ ધર્મેન્દ્ર અને રાહુલે મળીને ભાગ્યેશ,વિકાસ પંચાલ તથા દીપુ ચોકસીને મદદ માટે આપી હોવાનું જાણવા મળ્યું હતું.આ અંગે રુચિતભાઈએ ધર્મેન્દ્ર પરાંતે,રાહુલ ગુપ્તા,વિકાસ પંચાલ,ભાગ્યેશ અને દીપુ ચોકસી વિરુદ્ધમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
