ગુજરાતના 15 જિલ્લામાં આજે રાત્રે 10 વાગ્યા સુધી ભારે વરસાદનું ઍલર્ટ, મંગળવારે પણ માવઠાની આગાહી
Published: November 3, 2025 •
Language: English

Rain Forecast Gujarat : ગુજરાતના મોટાભાગના જિલ્લામાં કમોસમી વરસાદ થયો છે. છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે કમોસમી વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આવતીકાલ મંગળવાર સુધી વરસાદની આગાહી કરી છે.
15 જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ
હવામાન વિભાગના Nowcast મુજબ, આજે સોમવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ છે.
