Gujarati News

ગઢડાના અડતાળા ગામે વિદ્યાર્થીઓનો સ્પર્ધાત્મક કાર્યક્રમ:રોહિત સમાજ 212 યુવા શિક્ષણ સમિતિ દ્વારા આયોજન, 300 બાળકો સહભાગી

Published: November 3, 2025 • Language: English

ગઢડા તાલુકાના અડતાળા ગામે રોહિત સમાજ ૨૧૨ યુવા શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ ૧ થી ૯ ના વિદ્યાર્થીઓ માટે એક સ્પર્ધાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૩૦૦ થી વધુ બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને પોતાની પ્રતિભા દર્શાવી હતી. શિક્ષણ સમિતિ દ્વારા સ્પર્ધામાં વિજેતા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અને બાળકો સહિત કુલ ૭૦૦ લોકોએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં પ્રમુખ જગદીશ ભાણજી પરમાર, કે.કે. પરમાર, અશ્વિન પરમાર, વી.કે. ઝાલા, મનજી વિરા સોલંકી, હમીર હરી જાદવ, ભુપેન્દ્ર ઝાલા, દિલિપ ઝાલા, ભુપત ડી. સોલંકી, ડાયા જેઠા સુમેસરા, હમીર મકવાણા, મનીષ પરમાર, વિઠલ સાપરીયા, ગણેશ પરમાર, પોપટ રાઠોડ, નારણ મેરીયા, વાલજી મેરીયા, પ્રવિણ લક્ષ્મણ પરમાર, પ્રેમજી મુછડીયા, આલજી ઝાલા, હિરા પરમાર, સરપંચ અને ઉપસરપંચ, શાળાના આચાર્ય શ્રી ચંદ્રસિંહ તુવર, જુવાનસિંહ તુવર, છગન ભરવાડ, જગદીશ ચાવડા, પ્રવિણ રાઠોડ, અજય પરમાર, રોહિત રાણવા, ચંચલબેન મકવાણા, પ્રિયંકાબેન મુચ્છડીયા સહિત સમાજના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

Read more at source

← Back to Home