Gujarati News

કોમોડિટીના વૈશ્વિક ભાવો 2026માં છ વર્ષના તળિયે જતાં જોવાશે : વર્લ્ડ બેંક

Published: October 31, 2025 • Language: English

વૈશ્વિક વેપાર ઉથલપાથલના કારણે

નવી દિલ્હી : વિશ્વ બેંકના તાજેતરના કોમોડિટી માર્કેટસ આઉટલૂક અનુસાર ૨૦૨૬માં વૈશ્વિક કોમોડિટીના ભાવ છ વર્ષના તળીયે પહોંચવાની ધારણા છે. જે સતત ચોથા વર્ષે ઘટાડો દર્શાવે છે. ટ્રેડમાં મોટી ઉથલપાથલ, ક્રુડ ઓઈલના પુરવઠામાં ભરાવો અને સતત નીતિગત અનિશ્ચિતતા વચ્ચે નબળા વૈશ્વિક આર્થિક વિકાસને કારણે ૨૦૨૫ અને ૨૦૨૬માં ભાવમાં સાત ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે.

કોમોડિટી બજારો વૈશ્વિક અર્થતંત્રને સ્થિર કરવામાં મદદ કરી રહ્યા હોવાનું વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી ઈન્દરમીત ગિલે જણાવ્યું હતું.

← Back to Home