કાઠી ક્ષત્રિય સમાજની ચિંતન સભા યોજાઈ:ધજાળાના લોમેવધામમાં યુવાનોના શિક્ષણ પર ચર્ચા
સાયલા તાલુકાના ધજાળા ગામે આવેલા ગેબી પરંપરાના જગવિખ્યાત લોમબાપુની જગ્યામાં કાઠી ક્ષત્રિય સમાજની ચિંતન સભા યોજાઈ હતી. મહંત ભરતબાપુના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં શિક્ષણ ચિંતન અને જાગૃતિ લાવવાનો હતો. આ સભામાં નિવૃત્ત શિક્ષકો, પ્રોફેસરો, તેમજ રણજીતભાઈ ધાંધલ, હેમુભાઈ, પ્રદ્યુમ્ન ખાચર, જોરુભાઈ ખવડ (શિક્ષક ખિતલા), વનરાજભાઈ ખાચર (શિક્ષક નોલી), રાજુભાઈ, ઉદયભાઈ ખાચર અને કિરીટભાઈ ખવડ (ઝાલાવાડ ની વાત તંત્રી) સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં શિક્ષકવિદોની એક શિબિર યોજી સમાજમાં વ્યસનો તજી યુવા પેઢીને શિક્ષણ તરફ વાળવા માટે કાર્ય કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.આ ઉપરાંત, સુરેન્દ્રનગર એસ.પી. ઓફિસના ક્લાર્ક ઉદયભાઈ ખાચર દ્વારા કાઠી ક્ષત્રિય સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવશે તેવી જાહેરાત વનરાજભાઈ ખાચર (શિક્ષક નોલી) દ્વારા કરવામાં આવી હતી.સભાના અંતે, મહંત ભરતબાપુ ભગત દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોને ગેબી પરંપરાનું પુસ્તક અર્પણ કરીને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Read more
