Gujarati News

એક દાયકા બાદ ભારતના શેરબજારોની વૃદ્વિ મંદ પડવા લાગી : ચાઈના, તાઈવાનનું ફરી કમબેક

Published: October 31, 2025 • Language: English

મુંબઈ : છેલ્લા એક દાયકામાં ઉભરતા-વિકાસશીલ બજારો-માર્કેટ (ઈએમ)માં શ્રેષ્ઠ પ્રદર્શનનું નેતૃત્વ કરનારા ભારતીય શેર બજારોની વિકાસ ગતિ હવે એકંદર કોન્સોલિડેશનના તબક્કા સાથે ધીમી પડી રહી છે, જ્યારે ચાઈના અને તાઈવાન જેવા સાથી દેશો મજબૂત કમબેક-પુનરાગમન કરી રહ્યા છે.

વિશ્લેષકોએ જણાવ્યું છે કે, રાજકોષીય અને નાણાકીય સપોર્ટ વધતાં સ્થાનિક રોકાણકારોના આધાર અને મજબૂત વળતર સાથે બજારને નવી ગતિ માટે સ્થાન આપે છે. છેલ્લા ૧૨ મહિનામાં એમએસસીઆઈ ચીન ૩૫ ટકા વધ્યો છે, એમએસસીઆઈ ઈએમ ૨૬ ટકા વધ્યો છે. જ્યારે એમએસસીઆઈ ઈન્ડિયા ડોલરના સંદર્ભમાં લગભગ સ્થિર રહ્યો છે.

← Back to Home