આણંદ પાસે ગામડીમાં બે પરિવારો વચ્ચે મારામારીમાં પાંચને ઈજા
Published: December 2, 2024 •
Language: English

– ઘર આગળ બાકડાં અને સામાન મુકવા બાબતે
– બેઝબોલના બેટ અને પાઈપો ઉછળ્યા : બંને પક્ષની સામસામે ફરિયાદમાં ૮ શખ્સ સામે ગુનો
આણંદ : આણંદ પાસેના ગામડી ગામમાં ઘર આગળ બાંકડા અને સામાન લઈ લેવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી થતાં પાંચ વ્યક્તિને ઈજાઓ થઈ હતી. આ અંગે આણંદ શહેર પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદો નોંધી કુલ આઠ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ તાલુકાના ગામડી ગામમાં આવેલા ત્રિકમનગરમાં રહેતાં અને ફરિયાદી કનુભાઈ ઉર્ફે કિશોરભાઈ પાલાભાઈ વાઘેલાના ઘર આગળ મુકેલા બાંકડા લઈ લેવા બાબતે રાજીવ ઉર્ફે મેહુલ જયંતીભાઈ વાઘેલા, જયંતીભાઈ અર્જુનભાઈ વાઘેલા, રૃડીબેન જયંતીભાઈ વાઘેલા અને વર્ષાબેન રાજીવકુમાર વાઘેલાએ ભેગાં મળીને ઝઘડો કર્યો હતો.
