Gujarati News

અસલાલી-બારેજા રોડ પર થીનર ફેક્ટરીમાં ભીષણ આગ:10 ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવી મહામહેનતે કાબૂ લીધી, ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

Published: November 12, 2025 • Language: English

અમદાવાદના અસલાલી-બારેજા રોડ પર આવેલા એકતા હોટલની સામેની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. થીનર હોવાના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી. જો કે, ફાયર બ્રિગેડની ટીમે મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ કાબૂમાં આવ્યા બાદ કુલિંગની કામગીરી હાથ ધરાઈ
ફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમના જણાવ્યા મુજબ, અસલાલી-બારેજા રોડ ઉપર ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. થીનર ફેક્ટરીમાં આગ હતી જેથી વધારે ગાડીઓ મોકલવામાં આવી હતી. આગ હાલ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે અને કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

Read more

← Back to Home