અમેરિકામાં પંજાબી ડ્રાઇવરે મોતનો તાંડવ કર્યો:ડેશકેમનો ખૌફનાક VIDEO જુઓ; ડ્રગ્સના નશામાં અનેક વાહનો કચડ્યા, 3નાં મોત, 2022માં ગેરકાયદે ઘૂસતાં પકડાયો હતો
અમેરિકાના કેલિફોર્નિયામાં એક ટ્રક-ડ્રાઇવરે અંદાજે 10 વાહનને ટક્કર મારી હતી, જેમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ અકસ્માત 22 ઓક્ટોબરના રોજ થયો હતો. આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસે ટ્રક-ડ્રાઈવરની ધરપકડ કરી છે, જેની ઓળખ 21 વર્ષીય જશ્નપ્રીત સિંહ તરીકે થઈ છે, જોકે તે પંજાબમાં ક્યાંનો છે એ હજુ સુધી જાણી શકાયું નથી. અમેરિકામાં એક બેકાબૂ ટ્રકે અનેક વાહનોને ટક્કર મારતાં અકસ્માત સર્જયો છે, જેમાં અનેક ગાડીઓનો કચ્ચરઘાણ થયો હતો. કેલિફોર્નિયામાં પૂરપાટ ઝડપે આવતી એક ટ્રકે અનેક ગાડીઓ ઉડાવી હતી. આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયાં. અકસ્માતનો આખો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ અકસ્માતનો વીડિયો એ ટ્રકમાં લગાવેલા ડેશકેમ દ્વારા રેકોર્ડ થયો હતો, જે આરોપી ટ્રક ચલાવી રહ્યો હતો. આ કેસમાં આરોપી જશ્નપ્રીત સિંહ છે. અમેરિકામાં આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે જશ્નપ્રીત સિંહ એક ગેરકાયદે ઇમિગ્રન્ટ હતો અને 2022માં અમેરિકામાં ઘૂસ્યો હતો. આ મામલાથી યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદે ઇમિગ્રેશનના મુદ્દામાં નવેસરથી ઉછાળો આવી શકે છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આ માટે જો બાઈડનની નીતિઓને જવાબદાર ઠેરવી છે. આ અકસ્માત કેલિફોર્નિયાના I-10 ફ્રીવે પર થયો હતો યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અકસ્માત કેલિફોર્નિયાના I-10 ફ્રીવે પર થયો હતો. જશ્નપ્રીત સિંહની ટ્રક અચાનક બેકાબૂ થઈ. ટ્રક પહેલા રસ્તાની વચ્ચે પાર્ક કરેલી નાની કારને ટક્કર મારી અને પછી એ બાજુમાં પાર્ક કરેલાં વાહનોને પણ ઝપેટમાં લીધાં હતાં. અકસ્માતમાં લગભગ દસ વાહનને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. 21 વર્ષીય જશ્નપ્રીત સિંહની ધરપકડ કરવામાં આવી છે. તેના પર દારૂ પીને ગાડી ચલાવવાનો અને હત્યા કરવાના ઇરાદાથી લોકોને કચડી નાખવાનો આરોપ છે. વીડિયોમાં જોવા મળે છે કે રસ્તા પર ટ્રાફિક ખૂબ જ ધીમો છે. આમ છતાં જશ્નપ્રીત સિંહ પૂરપાટ ઝડપે ટ્રક દોડાવી રહ્યો છે અને અનેક વાહનોને ટક્કર મારી રહ્યો છે. અમેરિકન મીડિયા દાવો કરી રહ્યું છે કે જશ્નપ્રીત સિંહે 2022માં ગેરકાયદે રીતે યુએસ સરહદ પાર કરી હતી. બોર્ડર પેટ્રોલ એજન્ટો દ્વારા તેની અટકાયત પણ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો બાઈડન વહીવટીતંત્ર હેઠળના નિયમોને કારણે તેને છોડી મૂકવામાં આવ્યો હતો. ત્યાર બાદ વહીવટીતંત્રે નિયમ બનાવ્યા હતા કે ડિટેન્શન પોલિસી ઉપરાંત લોકો પાસે વિકલ્પો હશે અને તેમને સાંભળવામાં આવશે. જસપ્રીત સિંહ જે ટ્રક ચલાવી રહ્યો હતો એનો ડેશકેમ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. એમાં તે એક SUV સાથે અથડાતાં દેખાય છે, જેમાં અંદર રહેલા ત્રણ લોકોનાં મોત થયાં છે. ઘણા લોકો ઘાયલ પણ થયા છે. મૃતકોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. અકસ્માતમાં જશ્નપ્રીત સિંહ પણ ઘાયલ થયો હતો. ટાયર બદલવામાં મદદ કરવા માટે તેમની સાથે બેઠેલા મિકેનિકને પણ ઈજા થઈ હતી. પોલીસનું કહેવું છે કે જશ્નપ્રીત સિંહે ટ્રાફિકમાં બ્રેક ન મારી અને સ્પીડમાં ગાડી ચલાવતો રહ્યો. આનું કારણ એ હતું કે તે ડ્રગ્સના નશામાં હતો અને શું થઈ રહ્યું છે એની તેને ખબર નહોતી. મેડિકલ ટેસ્ટમાં પુષ્ટિ મળી છે કે તે નશામાં હતો. 2022માં પકડાયો, પછી તેને છોડી દેવામાં આવ્યો
વિદેશી એજન્સીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, જશ્નપ્રીત સિંહ ગેરકાયદે રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ્યો હતો અને યુબા સિટીમાં રહેતો હતો. 2022માં જો બાઇડન વહીવટીતંત્ર દ્વારા તેને કેલિફોર્નિયા સરહદ પર પકડવામાં આવ્યો હતો, જોકે બાદમાં તેને છોડી દેવામાં આવ્યો હતો. લુધિયાણાની એક વ્યક્તિને 45 વર્ષની જેલની સજા થઈ હતી આ પહેલાં 12 ઓગસ્ટના રોજ લુધિયાણાના રહેવાસી હરજિંદર સિંહ અમેરિકાના કેલિફોર્નિયામાં પોતાની ટ્રકમાં યુ-ટર્ન લેતી વખતે અકસ્માત થયો હતો. પરિણામે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. કોર્ટે તેને 45 વર્ષની જેલની સજા ફટકારી હતી.
Read more
