Gujarati News

અમૂલ વિશ્વની નંબર વન સહકારી સંસ્થા બની:ICA વર્લ્ડ કોઓપરેટિવ મોનિટર રિપોર્ટમાં માથાદીઠ GDP રેન્કિંગમાં ટોચ પર

Published: November 4, 2025 • Language: English

યુએન ઇન્ટરનેશનલ યર ઓફ કો-ઓપરેટિવ 2025 પૂર્ણ થાય તે પહેલા અમૂલ માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ) ને વિશ્વ સ્તરે પ્રથમ રેન્કિંગ મળ્યું છે. ICA વર્લ્ડ કો-ઓપરેટિવ મોનિટર 2025 રિપોર્ટ અનુસાર, અમૂલે ઇફ્કોને પછાડીને નંબર વનનું સ્થાન હાંસલ કર્યું છે. અમૂલ અને ઇફ્કોનો વિશ્વભરમાં દબદબો
ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA) વર્લ્ડ કોઓપરેટિવ મોનિટર 2025 દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. કતારના દોહામાં યોજાયેલી ICA CM50 કોન્ફરન્સમાં 300 સહકારી સંસ્થાઓના GDP આધારિત મોનિટરિંગ બાદ આ અહેવાલ રજૂ કરાયો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી આ વૈશ્વિક સંસ્થાના રેન્કિંગમાં ભારતની બે સહકારી સંસ્થાઓ, અમૂલ અને ઇફ્કોનો દબદબો રહ્યો છે. અમૂલની પ્રોડક્ટના 38 ટકા ગ્રાહકો શહેરો અને ગામડાના
​​​​​​​અમૂલે આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ) ને માથાદીઠ GDP પ્રદર્શનના આધારે વિશ્વમાં નંબર 1 સહકારી સંગઠન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. GCMMFના એમ.ડી. જયેન મહેતાએ જણાવ્યું હતું કે અમૂલની પ્રોડક્ટના 38 ટકા ગ્રાહકો શહેરો અને ગામડાના છે, જે દર્શાવે છે કે અમૂલ માત્ર શહેરની બ્રાન્ડ નથી. અમૂલના ઇતિહાસ પર નજર કરીએ..
વર્ષ 1946 થી 1974 દરમિયાન ડેરી સહકારી આંદોલન ચાલ્યું હતું. તે સમયે, ગુજરાતના ખેડા, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા અને સુરત જિલ્લાઓમાં આ આંદોલન સક્રિય હતું. જ્યારે આ જિલ્લાઓની દૂધ સહકારી સમિતિઓ તેમની ડેરી પ્રોડક્ટ્સ લઈને બજારમાં આવી, ત્યારે તેમને વેપારીઓ દ્વારા શોષણનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યાઓના નિરાકરણ માટે છ જિલ્લા દૂધ સંઘોના અધ્યક્ષો અને ડૉ. વર્ગીસ કુરિયને મળીને GCMMF ની સ્થાપના કરી હતી. તેનો મુખ્ય હેતુ પોતાનું ડિસ્ટ્રીબ્યુશન અને માર્કેટિંગ નેટવર્ક ઊભું કરવાનો હતો. હાલમાં ગુજરાતના 18 જિલ્લા દૂધ સંઘો GCMMF ના નેટવર્કનો હિસ્સો છે. આજે તેમનો કારોબાર લગભગ 90 હજાર કરોડ રૂપિયાથી પણ વધુનો થઈ ગયો છે અને GCMMF 36 લાખ ખેડૂતો સાથે દુનિયાની સૌથી મોટી ડેરી સહકારી સમિતિ છે.

Read more

← Back to Home