અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર: ખાંભા-જાફરાબાદ જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા
Published: November 1, 2025 •
Language: English

Unseason Rain Amreli: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદે માઝા મૂકી છે, ત્યારે અમરેલી જિલ્લામાં આ વરસાદે રીતસરની તારાજી સર્જી છે. જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી વરસી રહેલા સતત કમોસમી વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને ખાંભા અને જાફરાબાદ તાલુકા આ વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.
ખાંભામાં જળબંબાકારની સ્થિતિ
ખાંભા પંથકમાં જળબંબાકારની સ્થિતિ ખાંભા ગીર પંથકના ગામડાઓમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ઉપરવાસના પીપળવા, ઉમરીયા, લાસા, તાતણીયા સહિતના ગામોમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં ઉભો પાક પાણીમાં તરબોળ થઈ ગયો છે.
