અમદાવાદ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી:માનસિક રીતે અક્ષમ મહિલાનો વારંવાર બળાત્કાર કરીને ગર્ભવતી બનાવનાર 25 વર્ષના યુવકને આજીવન કેદની સજા
કેસની વિગતો મુજબ, સુરેશ ડાભી ઉર્ફે ગુડિયોએ માનસિક અક્ષમતા ધરાવતી 21 વર્ષીય યુવતી સાથે ચાર વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. ડિસેમ્બર, 2023માં પીડિતાના પરિવારને તેની ગર્ભાવસ્થા વિશે જાણ થઈ હતી. તબીબી તપાસ દરમિયાન, ડૉક્ટરોએ મેડિકલ હિસ્ટ્રી લેતી વખતે ઘટનાની પૂછપરછ કરી. ત્યારે પીડિતાએ આરોપીના નામ સાથે એ પણ જણાવ્યું કે કેવી રીતે તે તેને બેઝમેન્ટમાં લઈ જઈને તેના સાથે શારીરિક સંબંધ બનાવતો હતો. પીડિતા માનસિક રીતે અક્ષમ હોવાથી ગર્ભપાતનું નક્કી કર્યું
પીડિતા પક્ષે સાહેદો ઉપરાંત, પ્રોસિક્યુશને FSLની DNA સેમ્પલની રિપોર્ટ પર નિર્ભરતા રાખી હતી, જે આરોપી સાથે મેળ ખાતી હતી. આના આધારે કૃષ્ણાનગર પોલીસે આરોપી સામે IPC કલમ 376(2)(l) હેઠળ દુષ્કર્મની કલમો અંતર્ગત ચાર્જશીટ દાખલ કરી હતી. પીડિતા માનસિક રીતે અક્ષમ હોવાથી, પરિવારે તેના ગર્ભપાત કરવાનું નક્કી કર્યું હતું. ડૉક્ટરોએ પીડિતાને 75% માનસિક અક્ષમતા દર્શાવતું પ્રમાણપત્ર પણ આપ્યું હતું. આરોપીને આજીવન કેદની સજા ફટકારી
ટ્રાયલ બાદ સેશન્સ જજ જે. આઈ. પટેલે આરોપીને દોષિત ગણાવીને તેને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી અનેક વખત પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો પુરાવો મળ્યો છે, જેના પરિણામે તે ગર્ભવતી થઈ હતી. આવી પરિસ્થિતિમાં આરોપી કોઈપણ પ્રકારની રાહતને પાત્ર નથી. કાયદામાં નિર્ધારિત સજા ફરમાવવી યોગ્ય છે. કેસની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, પીડિતાને યોગ્ય વળતર આપવાનું પણ જરૂરી બને છે. તમામ પાસાઓને જોતા આરોપીને કાયદા મુજબની સજા ફટકારવી ન્યાયસંગત અને યોગ્ય લાગે છે.
