અમદાવાદના ISROમાં ભીષણ આગ લાગતા દોડધામ, મહત્ત્વનો ડેટા ખાક થયાની આશંકા
Published: October 23, 2025 •
Language: English

Fire in Indian Space Research Organisation Ahmedabad : ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના અમદાવાદ સ્થિત કેમ્પસમાં આજે એક મોટી ઘટના બની હતી. કેમ્પસના IT સર્વર બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ISRO પરિસરના એક્ઝિટ ગેટ નજીક આવેલા આ બિલ્ડિંગના ઉપલા માળે આગની શરૂઆત થઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ શહેરના ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
