Gujarati News

હોરર કોમેડી નઈ નવેલીમાં ક્રિતીની જગ્યાએ યામી ગોઠવાઈ

Published: November 4, 2025 • Language: English


– બે મહિના પછી શૂટિંગ શરુ કરાશેે

– ક્રિતી આનંદ રાયની ફેવરિટ હિરોઈન છતાં તારીખના કારણે ફિલ્મ છોડી દીધી

મુંબઈ: ક્રિતી સેનને આનંદ એલ રાયની હોરર કોમેડી ફિલ્મ ‘નઈ નવેલી’ છોડી દીધી છે. હવે તેની જગ્યાએ યામી ગૌતમ આ ફિલ્મની મુખ્ય હિરોઈન તરીકે ગોઠવાઈ ગઈ હોવાનું કહેવાય છે. ફિલ્મના ડાયરેક્ટર તથા અન્ય કલાકારો વિશે હજુ જાહેરાત થઈ નથી. હાલ આ ફિલ્મ પ્રિ પ્રોડક્શનના તબક્કે હોવાનું કહેવાય છે અને તેનું શૂટિંગ આગામી ડિસેમ્બરથી શરુ  થઈ શકે છે.

Read more

← Back to Home