હિંમતનગરમાં વધુ એક પોન્ઝી સ્કિમનો ઘટસ્ફોટ:ધ બિગબુલ ફેમિલીનું ₹1.44 કરોડનું ફ્રોડ, 6 સંચાલકો સામે બી ડિવિઝનમાં ફરિયાદ, પોલીસે મહિલા સહિત 2ને પકડ્યા
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં અમરસિંહ શોપિંગ મોલમાં ચાલતી ધ બીગબુલ ફેમેલી નામની પોન્ઝી સ્કીમના સંચાલકો સહિત છ એજન્ટો સામે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રૂ.1.44 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોધાયા બાદ પોલીસે મહિલા સહિત બે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લામાં પોન્ઝી સ્કીમોનો જાણે કે રાફડો ફાટ્યો હોય એમ એક બાદ એક પોન્ઝી સ્કીમો સામે ફરિયાદ નોંધાઈ રહી છે.ત્રણ દિવસ પહેલા હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધ બીગબુલ ફેમિલી નામની પોન્ઝી સ્કીમ સામે રણવીરસિંહ ઉર્ફે રંગુસિંહ ઇન્દ્રસિંહ ચૌહાણની ફરિયાદ આધારે સંચાલકો અને એજન્ટો સહિત છ સામે ગુનો નોધાયા બાદ બી ડિવિઝન પોલીસે મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી. બી ડિવિઝન પોલીસે અલગ અલગ 36 જેટલા રોકાણકારોના નિવેદનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં રોકાણકારોને રાષ્ટ્રીયકૃત બેંકો તેમજ નાણાકીય સંસ્થાઓ કરતા ઊંચું વ્યાજ આપવાની લોભામણી જાહેરાતો કરી રોકાણકારો પાસે મસમોટું રોકાણ કરાવ્યું હતું અને બાદમાં સંચાલકો દ્વારા રોકાણકારોને મૂડી અથવા વળતર ન ચૂકવી છેતરપિંડી આચરી હોવાની છ સામે ફરિયાદ નોધાઇ હતી. છ આરોપીઓ પૈકી એક મહિલા સહિત બે આરોપીની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ
1.શીતલ જગદીશગીરી ગોસ્વામી-રહે-(જામળા,તા.હિંમતનગર)
2.વિપુલસિંહ બાદરસિંહ ચૌહાણ-રહે-(સરોલી,તા.હિંમતનગર) પકડવાના બાકી આરોપીઓ.
1. જગદીશ ગોવિંદગીરી ગોસ્વામી, રહે. (જામળા, તા. હિંમતનગર)
2. મનીષ ગોવિંદભાઈ પટેલ, રહે (વિજાપુર, તા. વિજાપુર, જિ. મહેસાણા)
3.મનહરસિંહ બાદરસિંહ ઝાલા, રહે (કાનડા, તા. હિંમતનગર)
4.ભીખુસિંહ ગુલાબસિંહ રાઠોડ, રહે (ગાયત્રી મંદિર રોડ, હિંમતનગર)
