હિંમતનગરમાં આવતીકાલે 8 કલાક વીજપુરવઠો બંધ:હિંમતનગર-1 સબસ્ટેશનમાં સમારકામના કારણે અસરગ્રસ્ત વિસ્તારો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવતીકાલે, 9 નવેમ્બર, 2025ના રોજ, હિંમતનગર-1 સબસ્ટેશનમાં જરૂરી સમારકામના કારણે આઠ કલાક વીજપુરવઠો બંધ રહેશે. UGVCL દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. UGVCL દ્વારા જણાવાયા મુજબ, 9 નવેમ્બર, 2025 (રવિવાર) ના રોજ સવારે 08:00 થી સાંજે 16:00 કલાક સુધી વીજપુરવઠો બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન હિંમતનગર-1 સબસ્ટેશનમાંથી નીકળતા નિકુંજ, ગોકુલનગર, ગાયત્રી મંદિર, મોતીપુરા, અલકાપુરી, મહાવીરનગર, એસ્ટ્રોન, હાજીપુરા, હિંમતનગર, દુર્ગા બજાર, રાજતીર્થ, મહાકાલી મંદિર, અતિથિ, મેડિકલ અને હાપા સહિતના તમામ ફીડરોનો પાવર સપ્લાય બંધ રહેશે. આ વીજકાપને કારણે સહકારી જીન રોડ, ખેડ તસિયા રોડ, સ્ટેશન રોડ, નેશનલ હાઈવે, ઈડર હાઈવે, જૂના બજાર, નવા બજાર, હિંમતનગર GIDC, ગાયત્રી મંદિર રોડ, દૌલત વિલાસ પેલેસ રોડ, હિંમતનગર બાયપાસ રોડ, હાજીપુરા, પોલોગ્રાઉન્ડ, નવી તથા જૂની સિવિલ હોસ્પિટલ, છાપરિયા પોલિટિકલ કોલેજ રોડ, મહાકાલી મંદિર રોડ, નવી જિલ્લા પંચાયત, હડીયોલ રોડ અને આસપાસના વિસ્તારોમાં અસર થશે. આ ઉપરાંત, હાપા, કાટવાડ, તાજપુરી, પોલાજપુર અને કુડોલ ગામોમાં પણ વીજપુરવઠો બંધ રહેશે. સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ સૂચના વિના વીજ-પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે. આ માહિતી હિંમતનગર UGVCL કચેરી દ્વારા જાહેર કરવામાં આવી છે.
