Gujarati News

હિંમતનગરના દેધરોટામાં કિસાન સમૃદ્ધિ કેન્દ્રનું ઉદ્ઘાટન:ધારાસભ્યના હસ્તે ખુલ્લું મુકાયું, વિવિધ યોજનાઓ પર ચર્ચા થઈ

Published: October 24, 2025 • Language: English

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેધરોટા ગામે શુક્રવારે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કેન્દ્રને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા અને જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલના હસ્તે ખુલ્લું મુકાયું. આ પ્રસંગે એક કિસાન સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાનના ખેડૂતોની આવક વધારવા, તેમને પોષણક્ષમ ભાવ આપવા અને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથેની વિવિધ યોજનાઓ પર ચર્ચા થઈ. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, માર્કેટયાર્ડ ચેરમેન જયેશ પટેલ, વિક્રમસિંહજી, હિતેષ પટેલ, રાજુ પંચાલ, બાબુ પટેલ, જેઠા પટેલ, ભારતસિંહ ઝાલા, ભગીરથસિંહ ઝાલા, ભવરસિંહ ચૌહાણ, ચંદ્રસિંહ ઝાલા, ગીરીશ પટેલ, નવલસિંહ ચૌહાણ, લખધીરસિંહ ઝાલા, હિતુલ નાઈ, દેધરોટાના સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિત સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Read more

← Back to Home