હવે કેવી છે શ્રેયસ અય્યરની તબિયત? સિડની હોસ્પિટલમાંથી રજા મળી, BCCIએ આપી અપડેટ
Published: November 1, 2025 •
Language: English

Shreyas Iyer Health Update: ભારતીય ટીમના બેટર શ્રેયસ ઐયરને શનિવારે (પહેલી નવેમ્બર) સિડનીની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ અંગે માહિતી આપી છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI મેચમાં શ્રેયસ ઐયરને પાંસળીમાં ઈજા પહોંચી હતી. જેના કરાણે તેને ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ BCCIએ પુષ્ટિ આપી કે તે હવે સ્વસ્થ છે અને તેને રજા આપવામાં આવી છે.
