Gujarati News

હળવદ સોલાર પ્લાન્ટ ચોરી કેસમાં બે શખસ ઝડપાયા:₹2.99 લાખથી વધુનો કોપર વાયરનો મુદ્દામાલ જપ્ત

Published: November 7, 2025 • Language: English

હળવદના કવાડિયા ગામે આવેલા સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરીના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી રૂ. 2.99 લાખથી વધુનો ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે મોરબીના સનાડા રોડ પર રહેતા સુમિત રાજેન્દ્રકુમાર પંડ્યા (ઉં.વ. 35)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, ગત 1 નવેમ્બર, 2025ના રોજ સાંજે 6:30 વાગ્યાથી 4 નવેમ્બર, 2025ના સવારે 9:00 વાગ્યા દરમિયાન કવાડિયા ગામની સીમમાં આવેલા સોલાર પ્લાન્ટની કમ્પાઉન્ડ વોલ પરના ફેન્સિંગ તાર કાપીને ચોરો અંદર પ્રવેશ્યા હતા. ત્યાંથી આશરે 1000 મીટર કોપર વાયરની ચોરી કરવામાં આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 4 લાખ હતી. પોલીસે આ ગુનામાં સુલ્તાન ઉર્ફે કાનો ધીરુ દેકાવાડિયા અને રવિ ઘનશ્યામ દેકાવાડિયા (બંને રહે. દેવપર સુખપર)ની ધરપકડ કરી છે. તેમની પાસેથી 460 કિલો અને 770 ગ્રામ કોપર વાયર જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત રૂ. 2,99,455 આંકવામાં આવી છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read more

← Back to Home