સ્ટેટ મોનિટરિંગ સેલે પેટ્રોલ ડીઝલ ચોરતી ટોળકીને ઝડપી:ચાર આરોપીને દબોચીને 44 લાખનો મુદ્દામાલ જપ્ત, સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ
સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરામાં પેટ્રોલ ડીઝલ ચોરી કરતા તત્વો સામે લાલ આંખ કરી છે. સ્થાનિક પોલીસ જ્યારે આવા દરોડા પાડવામાં સક્ષમ નથી, ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે પેટ્રોલ અને ડીઝલ ચોરી કરતા તત્વોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ રેડમાં ચાર આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પેટ્રોલ ડીઝલના જથ્થા સાથે ચાર શખ્સો ઝડપાયા
સ્ટેટ મોનિટરિંગ સેલે દ્વારા વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ રણોલી આઈ પી સી એલ રોડ ભગવાન પાર્ક જય નારાયણ એસ્ટેટ અમ્મા રોડવેઝ ટ્રાન્સપોર્ટ ઓફિસના ખુલ્લો પ્લોટમાંથી પેટ્રોલ અને ડીઝલ ચોરી પર દરોડો પાડી પેટ્રોલ ડીઝલના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા શખ્સો સામે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 44.25 લાખનો મુદ્દામાલ જપ્ત
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલ અને ડીઝલ ચોરી કરેલ 20,545 લિટર જથ્થો જેની કુલ કિંમત રૂપિયા 18,48,445 રોકડ રકમ, મોબાઈલ, ત્રણ વાહનો મળી કુલ રૂપિયા 44,25,415 નો મુદ્દામાં જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં ચાર આરોપીને પોલીસે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને પકડીને કાર્યવાહી હાથ ધરાઈ
સ્ટેટ મોનિટરિંગ સેલે કરેલી કાર્યવાહીમાં આરોપી સકીલ સમુનભાઈ રંગવાલા (રહે- ફતેગંજ, વડોદરા શહેર મુખ્ય આરોપી), મિથિલેશ લાલબહાદુર યાદવ (રેસ-રણોલી, વડોદરા શહેર ), વિપુલ સુરસિંહ પરમાર (રહે- મીરસાપુરા વડોદરા), દિનેશકુમાર રામ કૈલાશ યાદવ (રહે-રણોલી, વડોદરા શહેર , ટેન્કર ચાલક)ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read more
