'સૌરવ ગાંગુલીને ICC અધ્યક્ષ બનતા કોઈ રોકી નહીં શકે', 'દાદા'ને CM મમતાનું સમર્થન
Published: November 8, 2025 •
Language: English

CM Mamata Banerjee Statement: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીના સમર્થનમાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગાંગુલીને અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના અધ્યક્ષ બનાવી દેવા જોઈતા હતા, પરંતુ હવે તેમને ICCના અધ્યક્ષ બનતા રોકવા સરળ નથી. ઈડન ગાર્ડન્સમાં મહિલા વર્લ્ડ કપ વિજેતા ઋચા ઘોષના સન્માન સમારોહમાં બોલતા મમતા બેનર્જીએ ગાંગુલી અને ઋચાના વખાણ કર્યા હતા.
‘ગાંગુલીને કોઈ નહીં રોકી શકે’
આ દરમિયાન તેમણે જુના મુદ્દા પર ફરી ટિપ્પણી કરી, જેને લઈને અગાઉ પણ રાજનીતિક હલચલ મચી હતી.
