Gujarati News

સોમનાથમાં પોલીસ પર પથ્થરમારો: ગેરકાયદે ધાર્મિક બાંધકામના ડિમોલિશન સમયે બની ઘટના, સ્થિતિ કાબૂમાં

Published: November 10, 2025 • Language: English


Gir Somnath News : ગીર સોમનાથમાં સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરાયેલા ધાર્મિક સ્થળની ડિમોલિશનની કામગીરી દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરાયો હોવાની ઘટના સામે આવી છે. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસના 3 છોડીને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. 

મળતી માહિતી મુજબ, ગીર સોમનાથના પ્રભાસપાટણ ખાતે ગેરકાયદે બાંધકામ કરાયેલા ધાર્મિક સ્થળ પરના દબાણને દૂર કરવા માટે તંત્રએ આજે સોમવારે (10 નવેમ્બર) ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. જોકે, આ દરમિયાન મહિલા સહિતના અનેક લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું. તેવામાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં સ્થિતિ બેકાબૂ બની હતી.

Read more

← Back to Home