Divya Bhaskar Gujarat

સુરતમાં નેશનલ પ્લેયર યુવતીની છેડતી:VNSGU સ્પોર્ટ્સ કેમ્પસમાં તાલીમ આપનાર જુનિયર કોચે અડપલાં કર્યા, યુવતીએ પ્રેમ સંબંધ રાખવાનો ઇન્કાર કરતા મારી નાખવાની ધમકી આપી

Published: November 4, 2025 • Language: English

રાષ્ટ્રીય કક્ષાએ રનિંગમાં શહેરનું નામ રોશન કરતી એક યુવતીએ તેના જુનિયર કોચ સામે છેડતી અને ધમકી આપવાની ગંભીર ફરિયાદ વેસુ પોલીસ મથકમાં નોંધાવી છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી જુનિયર કોચની ધરપકડ કરી છે અને કાયદેસરની તપાસ હાથ ધરી છે. VNSGU સ્પોર્ટ્સ કેમ્પસમાં તાલીમ દરમિયાન જુનિયર કોચ અમિત શર્માએ શારીરિક અડપલાં કર્યા હતા. તાલીમ આપતી વખતે શારીરિક અડપલાં કરવામાં આવતા
શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કેમ્પસમાં આ યુવતી રાબેતા મુજબ રનિંગની તાલીમ લેતી હતી. તે સિનિયર કોચના માર્ગદર્શન હેઠળ જુનિયર કોચ અમિત જગદંબા શર્મા (રહે. પાંડેસરા) પાસેથી તાલીમ લઈ રહી હતી. ફરિયાદ મુજબ, તારીખ 10/7/2025થી 1/9/2025 સુધીના સમયગાળા દરમિયાન, જુનિયર કોચ અમિત શર્માએ તાલીમ આપતી વખતે યુવતી સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, કોચ દ્વારા તેને તાલીમ આપતી વખતે સતત શારીરિક અડપલાં કરવામાં આવતા હતા અને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરવામાં આવતું હતું. યુવતીએ પ્રેમ સંબંધનો ઇન્કાર કરતા મારી નાખવાની ધમકી આપી
નેશનલ રનિંગ પ્લેયર યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, જુનિયર કોચ અમિત શર્માએ અલગ-અલગ સમયે તેની સાથે શારીરિક અડપલાં કરી છેડતી કરી હતી. આટલું જ નહીં, આરોપીએ તેને વારંવાર કહ્યું હતું કે, ‘તું મને ખૂબ જ પસંદ છે, તું મારી સાથે પ્રેમ સંબંધ રાખ.’ જોકે, યુવતીએ તેની સાથે પ્રેમ સંબંધ રાખવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેથી આરોપી કોચ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે યુવતીને ગંદી ગાળો આપી હતી અને માર મારવાની ધમકી પણ આપી હતી. આ બનાવથી ભોગ બનનાર યુવતી ખૂબ જ ડરી ગઈ હતી. આખરે, હિંમત દાખવીને યુવતીએ આ સમગ્ર મામલે વેસુ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આરોપી પાર્ટ-ટાઇમ ઝોમેટો ડિલિવરી બોય
યુવતીની ફરિયાદના આધારે વેસુ પોલીસે જુનિયર કોચ અમિત જગદંબા શર્મા વિરુદ્ધ છેડતીનો ગુનો દાખલ કર્યો હતો. ગત મોડી રાત્રે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી જુનિયર કોચ અમિત શર્માની ધરપકડ કરી લીધી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અમિત શર્મા જુનિયર કોચિંગ ઉપરાંત પાર્ટ-ટાઇમ ઝોમેટો ડિલિવરીનું પણ કામ કરે છે.

Read more

← Back to Home