Divya Bhaskar Gujarat

સીસીટીવી કેમેરા બંધ કરી બાદમાં ચોરીને અંજામ આપતો:ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની બેગમાંથી ચોરી કરનાર એરપોર્ટનો જ કર્મચારી ઝડપાયો, 2.30 લાખનો મુદામાલ કબ્જે

Published: November 4, 2025 • Language: English

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પણ લોકોનો માલ સામાન સુરક્ષિત નથી રહ્યો કારણ કે રાજકોટ પોલીસે આજે એક એવા આરોપીની ધરપકડ કરી છે જેને તાજેતરમાં જ રાજકોટ એરપોર્ટ પરથી હવાઈ મુસાફરી કરતા બે મુસાફરોના સામાનમાંથી રોકડ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી છે. આરોપી પોતે એરપોર્ટ પર છેલ્લા 5 વર્ષથી કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતો હોય અને તેને સીસીટીવી કેમેરા બંધ કરી બન્ને વખત ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસે સોનાનું બ્રેસલેટ તેમજ રોકડ રકમ સહીત કુલ 2.30 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ 2017માં પણ ચોરીના ગુનામાં સંડોવાઈ ચુક્યો છે રાજકોટ શહેર એસીપી આર.એસ.બારીઆએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી મુસાફરી કરતા બે મુસાફરોના સામાનમાંથી રોકડ રકમ તેમજ ઘરેણાં ચોરી થયા અંગે ફરિયાદના આધારે LCB ઝોન 1 ટિમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે આ કેસમાં આરોપી જયરાજ ખાચર (ઉ.વ.28)ને ઝડપી પાડી તેની પાસેથી સોનાનું બ્રેસલેટ, સોનાની બુટી, સોનાની ઝૂમર અને રોકડ રકમ મળી કુલ 2.30 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપો છેલ્લા 5 વર્ષથી રાજકોટ એરપોર્ટ પર કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતો હોવાનું સેમ આવ્યું છે અને સીસીટીવી સહીત વગેરે મેન્ટેનન્સ જવાબદારી તેમની હોવાથી પોતે જાણકાર હોવાથી સીસીટીવી કેમેરા બંધ કરી બન્ને ચોરીને અંજામ આપ્યાની કબૂલાત આપી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી અગાઉ પણ વર્ષ 2017માં સુરેન્દ્ર પોલીસમાં ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મહિલાની નજર ચૂકવી ચોરીને અંજામ આપનાર મહિલા ત્રિપુટી ઝડપાઇ રાજકોટના કેકેવી ચોક પાસે બસમાં ચડતી વખતે ભીડનો લાભ લઈ મહિલા પાસે રહેલા પર્સની ચેઈન ખોલી તેમાં રાખેલા બીજા પર્સ જેમાં સોનાનો પેન્ડલ સાથેનો ચેઇન અને 30,000 રૂપિયા રોકડા સહિતનું પર્સ કોઈ અજાણ્યા મુસાફરે ચોરી કરી લેતા બનાવ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે આજ રોજ પોલીસે મૂળ મહારાષ્ટ્રની અને હાલ રાજકોટ રેલવે જંક્શન પાસે ફૂટપાથ ઉપર રહેતી ગીતાબેન રાજુભાઈ કામ્બલે, મૂળ મહારાષ્ટ્રની હાલ સુરત ઉધના રેલવે સ્ટેશન બહાર રહેતા છાયાબેન સુરજભાઈ આરસે અને મીરાબેન રામભાઈ અંધારેની ધરપકડ કરી સોનાનો ચેઈન અને 30,000 રોકડા સહિતનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read more

← Back to Home