Gujarati News

સીટી સેશન્સ કોર્ટે NDPS કેસમાં આરોપીને 07 વર્ષની કેદ ફટકારી:વર્ષ 2023માં આરોપી 33.870 જેટલા MD ડ્રગ્સ સાથે ઝડપાયો હતો

Published: November 7, 2025 • Language: English

અમદાવાદના DCB પોલીસ મથકે વર્ષ 2023 માં બે આરોપીઓ ઇલિયાસ શેખ અને રઉફ સામે NDPS એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. જે સંદર્ભે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે કેસની ટ્રાયલ ચાલી જતા જજ વી.બી. રાજપૂતે સાહેદ, પુરાવા ચકાસીને અને સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલોને આધારે આરોપી ઇલિયાસ શેખને 07 વર્ષની કેદ અને કુલ 01 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરોપી ડ્રગ્સના છૂટક વેચાણ કરતો
કેસને વિગતે જોતા આરોપી ઇલિયાસ શેખ અમદાવાદના ઈસનપુર અને આરોપી રાઉફ શાહઆલમનો રહેવાસી છે. પોલીસને બાતમી મળી હતી તે મુજબ પોલીસે નારોલ સર્કલથી દાણીલીમડા તરફ જતા ડ્રગ્સના છૂટક વેચાણકર્તાઓને ઝડપવા કાર્યવાહી હાથ ધરી હતી. NDPS કેસમાં આરોપીને 07 વર્ષની કેદ ફટકારી
જ્યાં બાતમી મુજબ તુલસી હોટેલની બહાર આરોપી ઇલિયાસ શેખ ટુ વ્હીલર ઉપર બેઠેલો મળી આવ્યો હતો. જેની તલાશી લેતા તેના ખિસ્સામાંથી સફેદ પાવડર મળ્યો હતો. જેનું વજન 33.870 ગ્રામ અને બજાર કિંમત 3.38 લાખની હતી. તે અમદાવાદમાં છૂટક વેચાણ કરવા શાહઆલમન રાઉફ પાસેથી MD ડ્રગ્સ લાવ્યો હતો. અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે ટ્રાયલના અંતે ઇલિયાસને 07 વર્ષની કેદ અને 01 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

Read more

← Back to Home