Gujarati News

સિદ્ધિ:CA ફાઇનલમાં દિવ્ય દેગડાને દેશમાં 13મો રેન્ક

Published: November 8, 2025 • Language: English

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા નવેમ્બર-2025માં લેવાયેલી CA ફાઇનલનું સોમવારે રિઝલ્ટ જાહેર થયું છે, જેમાં રાજકોટના વિદ્યાર્થી દિવ્ય દેગડાએ ઓલ ઈન્ડિયામાં 13મો રેન્ક લાવી રાજકોટ તેમજ મચ્છુ કઠિયા સઈ સુતાર દરજી સમાજનું નામ રોશન કર્યું છે. દિવ્યભાઇની સખત મહેનત તેમજ માતા-પિતાના સપના સાકાર કર્યા છે. તેમને આ પરીક્ષામાં 460 માર્ક મળ્યા છે. તેઓએ 2022માં લેવાયેલ ઇન્ટરમીડિએટમાં પણ દિવ્ય હિતેશભાઇ દેગડાએ રાજકોટ સેન્ટરમાં 679 ગુણ 72.38% સાથે સમગ્ર રાજકોટ સેન્ટરમાં પ્રથમ ક્રમાંકે વિજેતા થયા હતા.

Read more

← Back to Home