Divya Bhaskar

સિટી એન્કર:8 નવેમ્બરે રંગમંદિરમાં સંજલી સેન્ટર ફોર ઓડિસ્સી ડાન્સનો કાર્યક્રમ

Published: November 3, 2025 • Language: English

સંજલી સેન્ટર ફોર ઓડિસ્સી ડાન્સ, બેન્ગલુરુ દ્વારા રશિયન બેલે, સ્વાન લેકનું ઓડિસ્સી એડપ્ટેશન હંસિકા નામે નૃત્ય કાર્યક્રમનું આયોજન 8 નવેમ્બરે સાંજે 7.30 વાગ્યાથી બાંદરા પશ્ચિમમાં બાળ ગંધર્વ રંગમંદિરમાં યોજાશે. રશિયન બેલેની ભવ્યતા અને ભારતીય શાસ્ત્રીય નૃત્યની મનોહરતાને આ કાર્યક્રમ એકત્ર લાવે છે. સ્વાન લેક દ્વારા પ્રેરિત હંસિકા પાયટર ઈલિચ ચાયકોવ્સ્કી દ્વારા કમ્પોઝ્ડ પ્રસિદ્ધ રશિયન બેલે છે, જે શતયાન સોર્સરરના શ્રાપથી સ્વાનમાં ફેરવાયેલી રાજકુમારી ઓડેટ્ટીની હૃદયસ્પર્શી વાર્તા કહે છે. આ ભારતીય અર્થઘટનમાં મુખરજી પ્રવાહી હલનચલન, શિલ્પીય અંગમુદ્રા, અભિવ્યક્ત અભિનય અને લયાત્મક અચૂકતા સાથે ઓડિસ્સીની નાજુક પરિભાષા થકી બેલેની ભાવનાઓ અને કલ્પનાઓને પરિવર્તિત કરે છે. કોરિયોગ્રાફી સ્વાન લેકની ખૂબી રાગ, તાલ, લય અને રસ થકી કઈ રીતે વ્યક્ત કરી શકાય છે તેની ખોજ કરે છે, જે સમાન માનવી ભાવનાઓ થકી સંસ્કૃતિઓમાં દર્શકોને સ્પર્શે છે. આ નિર્માણ બે અજોડ કળાત્મક પરંપરાઓ રશિયન બેલે અને ઓડિસ્સી સમાન ભાવનાઓ અને સુંદરતા થકી બીજાને કઈ રીતે પૂરક બને છે તે દર્શાવે છે, એમ સંજલી સેન્ટર ફોર ઓડિસ્સી ડાન્સનાં સંસ્થાપિકા અને કળાત્મક ડાયરેક્ટર શર્મિલા મુખરજી કહે છે. મુંબઈમાં પહેલી વાર હંસિકા પ્રસ્તુત કરવું તે સપનું સાકાર થવા જેવું છે અને હું શહેરના દર્શકો સાથે સૌંદર્ય, મનોહરતા અને પરિવર્તનના પ્રવાસનું આદાનપ્રદાન કરવા ભારે ઉત્સુક છું, એમ તેમણે જણાવ્યું હતું.દંતકથા સમાન ગુરુ કેલુચરણ મોહપાત્રાના શિષ્ય તેમણે શીખ, પરફોર્મન્સ અને ક્રિયાત્મક પ્રયોગ થકી ઓડિસ્સીને પોષવા અને પહોંચ વિસ્તારવા માટે દાયકાઓ આપ્યા છે. 2004માં બેન્ગલુરુમાં સંજલી સેન્ટર ફોર સેન્ટર સ્થાપ્યું ત્યારથી તેમણે દેશવિદેશમાં સેંકડો વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કર્યા છે. તેમની કળાત્મક સિદ્ધિનું કર્ણાટક સરકાર દ્વારા કર્ણાટક કલાશ્રી એવોર્ડ (2023-24) અને ગુરુ પંકજ ચરણ દાસ ફાઉન્ડેશન, ઓડિશાના મહારી એવોર્ડ (2016) સહિત અનેક સન્માનોથી સન્માન કરાયું છે. બાળકોના સશક્તિકરણ માટે સમર્પિત
સમાવેશકતાની અર્થપૂર્ણ કૃતિમાં સંજલી સેન્ટર ફોર ઓડિસ્સીએ વંચિત પાર્શ્વભૂના બાળકોના શિક્ષણ અને સશક્તિકરણ માટે સમર્પિત મુંબઈ સ્થિત ધર્માદા સંસ્થા એન્જલ એક્સપ્રેસ ફાઉન્ડેશનના વંચિત બાળકોને આમંત્રિત કર્યા છે.

Read more at source

← Back to Home