Divya Bhaskar Gujarat

સિંધી સમાજની આક્રોશ રેલી:છત્તીસગઢના નેતા અમિત બઘેલે કરેલી અભદ્ર ટિપ્પણી મુદ્દે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું, કડક સજાની માગ કરી

Published: November 4, 2025 • Language: English

છત્તીસગઢના નેતા અમિત બઘેલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ તેમજ સિંધી સમાજ વિશે અભદ્ર ટીપણીઓ કરવામાં આવી હતી. જેની સામે સમગ્ર ભારત દેશમાં વસતા સિંધી સમાજમાં ભારે રોષ ફેલાયેલ છે. ત્યારે ભાવનગર સિંધી સમાજ દ્વારા આક્રોશ સાથે વિરોધ રેલી યોજવામાં આવી હતી. અભદ્ર ટિપ્પણી કરનાર સામે સખ્તમાં સખ્ત પગલા લેવામાં આવે તેવી માગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. વિરોધ રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું
આજરોજ ભાવનગરના સિંધી સમાજ દ્વારા છત્તીસગઢના નેતા અમિત બઘેલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ તેમજ સિંધી સમાજ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જેનો વિરોધ દર્શવવામાં આવ્યો હતો. શહેરના સંતકવારામ ચો થી કલેક્ટર ઓફિસ સુધી અમિત બધેલના પૂતળા સાથે વિરોધ રેલી યોજવામાં આવી હતી, જેમાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. જે બાદ કલેક્ટર ઓફિસ પહોંચી ભાવનગર કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ‘ટિપ્પણી બદલ અમિત બધેલને કડકમાં કડક સજા થાય તેવી માગ’
આ અંગે ભરતકુમાર માધવાણીએ જણાવ્યું હતું કે, છત્તીસગઢના નેતા અમિત બધેલ એ સિંધી સમાજ અને ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ માટે ટિપ્પણી કરી હતી. તે બદલ ભાવનગર સંસ્થાઓ પંચાયતો અને ખાસ કરીને સિંધી જનરલ પંચાયત , સિંધી જનરલ પંચાયતના યુવા વિંગ મળીને આજરોજ વિરોધ સાથે આક્રોશ રેલી કાઢવામાં આવી હતી, જેમાં સમગ્ર સિંધી સમાજ જોડાયો હતો. ટિપ્પણીને લઈ સમાજમાં ખૂબ જ આક્રોશ અને વિરોધ છે. તેમને સખ્તમાં સખ્ત સજા આપવામાં આવે એ અમારા સમાજની માંગણી છે.

Read more

← Back to Home