Gujarati News

સાઇખા GIDCમાં મધરાતે વિસ્ફોટ બાદ આગ:વિશાલ ફાર્મા કંપનીના એક કર્મચારીનું મોત, 24 કામદારો ઇજાગ્રસ્ત; ફાયર વિભાગે માંડ માંડ કાબુ મેળવ્યો

Published: November 12, 2025 • Language: English

ભરુચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા GIDCમાં આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર ફાટતાં પ્રચંડ ધડાકો થયો હતો, જેના પગલે આસપાસનો આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. ​ એકનું મોત, 24 ઘાયલ
આ ભયાનક બ્લાસ્ટના કારણે કંપનીમાં કામ કરી રહેલા એક કર્મચારીનું મોત થયું છે, જ્યારે 24 જેટલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ​ આસપાસની કંપનીઓને પણ નુકસાન
બોઇલર બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે તેની અસર વિશાલ ફાર્મા કંપની પૂરતી સીમિત ન રહેતા, આસપાસની 4થી 5 જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચર્સને પણ વ્યાપક નુકશાન થયું છે. ​ઘટનાની જાણ થતા જ વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું. કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ
ચારથી પાંચ જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગની ટીમો અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. હાલમાં પણ ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે, અને કાટમાળ હટાવવાની કામગીરી સાથે મૃત્યુઆંક વધવાની શક્યતા જોતાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

Read more

← Back to Home