Gujarati News

સરદાર પટેલની 150મી જન્મજયંતિ:વડોદરા પોલીસે 'રન ફોર યુનિટી'નું આયોજન કર્યું, અનેક સંસ્થાઓ જોડાઈ

Published: November 1, 2025 • Language: English

31 ઓક્ટોબર, 2025ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા પોલીસે ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ દોડમાં નિઃસ્વાર્થ ફાઉન્ડેશનના સભ્યો પણ ઉત્સાહભેર જોડાયા હતા.પોલીસ કમિશનર નરસિંહમા કોમરની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડોદરા શહેરના પોલીસ કર્મચારીઓ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, રમતગમતની સંસ્થાઓ અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs)ના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. નિઃસ્વાર્થ ફાઉન્ડેશન તરફથી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શિલ્પા દવે, તેમજ સંસ્થાના અન્ય સભ્યો જાનકી પટેલ, આકાંક્ષા ગીતે, શ્રેયા રાણા અને મીરા વર્મા ઉપસ્થિત રહ્યા હતા.

Read more

← Back to Home