કમોસમી વરસાદથી બોટાદજિલ્લામાં કપાસ,સિંગ, જુવાર,બાજરી, રાયડો, ડુંગળી સહિતનાપાકને વ્યાપક પ્રમાણમાં નુકસાનથયું છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારદ્વારા ટેકાના ભાવેસિંગની ખરીદીકરવાનું બંધ કરાતા ખેડૂતોમાંનારાજગી પ્રસરી છે. બોટાદ જિલ્લમાંટેકાના ભાવેમગફળી ખરીદીઅંગે જિલ્લાભારતીય કિસાનસંઘન પ્રમુખ ઇન્દ્રસિંહ રાયજાદાએજણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા1/ 11થી ટેકાના ભાવે સિંગનીખરીદી શરૂ કરવાનું જાહેર કર્યુ હતું. 200 મણ સિંગ ખરીદાશે. જેમાં 70મણની ખરીદી કરવાનું સરકારદ્વારા નક્કી કરાયેલ જેથી બે માસપહેલા ખેડૂતોએ ટેકાના ભાવે સિંગ,સોયાબીન, તુવેર, મગના વેચાણમાટે ઓનલાઇન નોંધણી કરાવીહતી. સરકાર દ્વારા ખરીદીમાંવિલંબ થશે તો ભાજપનાઆગેવાનોને બોટાદ જિલ્લામાંપ્રવેશવા દેવામાં નહીં આવશે નહી. આ અંગે અધિકારીએ હાલવરસાદ શરૂ છે ખરીદી કરે તો માલલાવવા લઈ જવા ટ્રાન્સપોર્ટેશનમાંખેડૂતોને તકલીફ પડે જેથી સરકારદ્વારા ટૂંક સમયમાં ટેકાના ભાવેસિંગની ખરીદી શરૂ કરાશે તેમજણાવ્યું હતું સીએમનું ટ્વીટ : ટૂંક સમયમાં પેકેજ જાહેર થશે
બોટાદ જિલ્લામાં માવઠાંથી ખેડૂતો નુકસાન થયું છે ત્યારે ટૂંકસમયમાં રાજ્ય સરકાર રાહત સહાય પેકેજ જાહેર કરશે તેમમુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. સરકારના મંત્રીઓએપ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે.તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરીઅત્યંત ઝડપથી હાથ ધરાઇ છે. મુખ્યમંત્રી સતત આ સંદર્ભે મંત્રીઓઅને અધિકારીઓની સાથે સંકલનમાં છે. ટૂંક સમયમાં રાહત-સહાયપેકેજ જાહેર કરશે તેમ પણ તેમણે જણાવ્યું છે. 189 ગામના 84,500 હેક્ટરમાંસર્વે થઇ રહ્યો છે
31 ઓક્ટોબરના બોટાદનાચારેય તાલુકામાં પડેલા માવઠાંનેલઇ પાક નુકસાનીના સર્વેનોપ્રારંભ કરાયો છે. જેમાં 31ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધીમાંકપાસ, મગફળી બીજા અન્યપાકો મળી 84,500 હેક્ટરમાંસર્વે કરાયો છે. જિલ્લાના 189ગામમાં હાલ સર્વે ચાલુ છે તેમજિલ્લા ખેતીવાડી ઇન્ચાર્જઅધિકારી આર.એફ.વાળાએજણાવ્યું હતું.