Gujarati News

સન્માન:વડિયામાં હોમગાર્ડ કચેરીનું લોકાર્પણ, નિવૃત જવાનોને સન્માનિત કરાયા

Published: November 10, 2025 • Language: English

અમરેલી| વડીયામાં તાલુકા હોમગાર્ડ કચેરી રાજ્ય ઉર્જા અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારા હોમગાર્ડના અધિકારીઓ અને જવાનોનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. અહીં નિવૃત્ત થયેલા જવાનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે હોમગાર્ડએ સુરક્ષા અને સલામતી માટે દિવસ -રાત કાર્યરત હોય છે. વિકટ અને આપત્તિની સ્થિતિમાં પણ ખાસ કરીને રાત્રિના સમયે હોમગાર્ડના જવાનો નિષ્ઠાથી ફરજ બજાવે છે. આ પ્રસંગે 27 હોમગાર્ડ જવાનો તેમજ તેમના પરિવારને તેમના ત્યાગ તથા ફરજ પ્રત્યેની નિષ્ઠા બદલ તેમણે શુભકામના પાઠવી હતી. કાર્યક્રમના પ્રારંભે હોમગાર્ડના જિલ્લા કમાન્ડન્ટ રોહિત મહેતાએ રાજ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. 8 લાખના ખર્ચે રિનોવેટ થયેલી નવિન કચેરી હોમગાર્ડ જવાનોની વહીવટી કામગીરી સહિતની સુવિધામાં ઉમેરો કરશે.

Read more

← Back to Home