Gujarati News

શિવેન્દ્રનગર શાળાના વિદ્યાર્થીઓ ખેલમહાકુંભમાં રમશે:ગારિયાધાર તાલુકા કક્ષાના ખેલમહાકુંભમાં 22 વિદ્યાર્થીઓએ પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાન મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું

Published: November 12, 2025 • Language: English

ગારિયાધાર તાલુકા કક્ષાનો ખેલમહાકુંભ સુરનગર હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો. આ સ્પર્ધામાં શિવેન્દ્રનગર કેન્દ્રવર્તી શાળાના 22 વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ ખેલમહાકુંભમાં એથ્લેટિક્સ વિભાગમાં દોડ, ફેંક અને કૂદની વિવિધ ગ્રુપ મુજબની સ્પર્ધાઓ યોજાઈ હતી. શિવેન્દ્રનગર શાળામાંથી ભાઈઓ અને બહેનોના અંડર-9, અંડર-11 અને અંડર-14 એમ ત્રણેય વયજૂથના બાળકોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ દોડ, ઊંચી કૂદ, લાંબી કૂદ, ગોળાફેંક, ચક્રફેંક અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ જેવી એથ્લેટિક્સ સ્પર્ધાઓ ઉપરાંત ચેસ અને યોગાસનમાં પણ ભાગ લીધો હતો. કુલ 22 બાળકોએ આ સ્પર્ધાઓમાં વિજેતા બની શાળાનું નામ રોશન કર્યું. આ વિજેતા વિદ્યાર્થીઓને સરકાર તરફથી રોકડ પુરસ્કાર પણ મળશે. તેઓ હવે જિલ્લા કક્ષાના ખેલમહાકુંભમાં ભાગ લેવા જશે. શાળા પરિવારે આ સિદ્ધિ બદલ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.

Read more

← Back to Home